સુરત શહેર બળાત્કારીના હવાલે થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે, સુરત શહેરમાં દીકરીઓ સુરક્ષિત નથી. એવામાં સુરત શહેર ફરી વખત શર્મસાર થયું છે. શહેરમાં એક જ દિવસમાં બે બળાત્કાર અને એક છેડતીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે. બેટી બચાઓના નારા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અનેક જાહેરાતો કરી રહ્યા છે પણ આ જાહેરાતોની કોઈ અસર બેટીઓ ને સુરક્ષિત થવા કારગર સાબિત થઇ નથી.
આ વચ્ચે વધુ એક નરાધમની કરતુત સામે આવી છે. અઠવા વિસ્તારમાં ૧૫ વર્ષીય કિશોરી નાહવા ગઈ હતી. તે દરમિયાન હવસખોરોએ તેની બીભત્સ ક્લિપિંગ ઉતારી હતી. તે ક્લિપ ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી તેને બ્લેકમેલ કરી વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
ગઈકાલે જ સુરતના વરાછાના કાપોદ્રા વિસ્તારમાં પણ ૧૫ વર્ષીય કિશોરીને ભોળવીને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેની પોલીસ ફરિયાદ કાપોદ્રા વિસ્તારના પોલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસે ફરિયાદ નોંધાતાં તપાસ હાથ ધરી છે.
સુરતમાં ત્રીજી છેડતીની ઘટના બની છે. લિંબાયત વિસ્તારમાં ૧૨ વર્ષીય કિશોરી સાથે ૬૫ વર્ષીય વૃદ્ધે લિફ્ટમાં એકલતાનો લાભ લઇ ઇજજત લૂંટવાના ઇરાદે શારીરિક અડપલા કર્યા હતા. તેના વિરુદ્ધ પણ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ અધિકારીઓએ આ ત્રણેય ઘટનાઓનો ગુનો નોંધી તમામ હવસખોરો ની શોધખોળ શરૂ કરી છે. હજુ મુખ્યમત્રી એ મહિલા સશક્તિ કારણ માટે યોજનાની જાહેરાત કરી છે, એવામાં સુરતમાંથી આવી ત્રણ ત્રણ ઘટનાઓ સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ગુજરાતમાં સૌથી વધુ બળાત્કારના કિસ્સાઓ સુરતમાં બન્યા હોવાનું બહાર આવ્યું હતું.
ગુજરાતની મહિલા શક્તિને આત્મનિર્ભર અને સ્વાવલંબી થવા માટે ગુજરાત સરકારે રાજ્યમાં પહેલીવાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને 10 લાખથી વધુ માતા-બહેનોને ઝીરો ટકા વ્યાજે લોન આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવશે. તેવી વાતો થઇ રહી છે પણ સુરતમાં રોજ બરોજ બળાત્કારના કિસ્સાઓ સામાન્ય થઇ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en