સુરત શહેરમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના કેસ નોંધાયા, પહેલી બીજી લહેરના આંકડા પણ થઇ ગયા નાના

સુરત(Surat): શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2505 કોરોના(Corona) પોઝીટીવ કેસ નોંધાયેલ છે. જે ગતરોજ ૧૯૮૮ પોઝીટીવ કેસ કરતા ૨૬% વધારો જોવા મળેલ છે. સુરત શહેરમાં તા. ૨૪/૦૪/૨૦૨૧ ના રોજ ૨૩૨૧ પોઝીટીવ કેસ નોંધાયેલ હતા. જે કોવીડ પેન્ડેમીકમાં અત્યાર સુધી સૌથી વધારે નોંધાયેલ હતા તેના કરતા આજરોજ ૧૮૪ કેસ વધારે છે. જોવા જઈએ તો છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોન(Omicron)નો એક પણ કેસ નોંધાયો નથી.

આજરોજ સુરત શહેરમાં કુલ ૧૧૯૨૩ એકટીવ કેસીસ છે જે કેસો પૈકી મોટા ભાગના કેસો હોમ આઈસોલેશન હેઠળ સારવાર મેળવી રહયા છે. પરંતુ આગામી તહેવારોને ધ્યાને લઈ શહેરીજનો કોવીડ એપ્રોપ્રીએટ બીહેવીયરનું ચુસ્તપણે અમલ કરે એ ખુબ જ જરૂરી બન્યુ છે. સાથે જ વડીલો અને બાળકો મહત્તમ સમય ઘરમાં રહે અને બિનજરૂરી ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે એ પણ એટલુજ અગત્યનું છે.

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં બે મૃત્યુ:
૩૫ વર્ષ રહેવાસી ૫નાસગામ કે જેઓ તા.૦૭/૦૧/૨૦૨૨ થી સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી તેમજ અન્ય બીમારીઓ માટે દાખલ થયેલ અને તેમનો કોવીડ રીપોર્ટ પોઝીટીવ આવેલ હતો. જેમનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે.

૭૦ વર્ષ રહેવાસી પાલ કે જેઓ તા.૦૮/૦૧/૨૦૨૨ થી ગિરીશગૃપ ઓફ હોસ્પિટલ્સ ખાતે હૃદય રોગના હુમલાની સારવાર માટે દાખલ થયેલ અને સારવાર દરમ્યાન કોવીડ રીપોર્ટ પોઝીટીવ આવેલ હતો. જેમનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે.

સુરત શહેરમાં છેલ્લે તા.૦૧/૦૬/૨૦૨૧ ના રોજ બે મૃત્યુ નોંધાયેલ હતા ત્યારબાદ આજે ૨૨૧ દિવસો બાદ બે મૃત્યુ નોંધાયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *