સુરત(SURAT): જિલ્લાના કામરેજના પાસોદરા(Pasodra)માં ફેનિલ ગોયાણી(Fenil Goyani)એ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા(Grishma Vekaria) નામની યુવતીનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે.
આજે સવારે 9:30 કલાકે ઘરથી સ્મશાન સુધી ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી હતી. અને તેના નાના ભાઈએ એકની એક બહેનની ચિતાને મુખાગ્નિ આપી હતી. ત્યારે હવે ગ્રીષ્માના હત્યારા ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલમાં ફેનીલને પોલીસ બંદોબસ્ત સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. ડિસ્ચાર્જ અને પોલીસને જોઈને ફેનિલ રડવા લાગ્યો હતો. અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી ફેનિલ ગ્રીષ્માનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો.
12 ફેબ્રુઆરીના રોજ યુવક અને તેના અમુક સાગરીતો અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું. જે બાદ યુવતીના મોટા પપ્પાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા ફેનીલે તેના મોટા પપ્પા ઉપર છરીથી હુમલો કરી દીધો હતો. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.
ફક્ત ગ્રીષ્માનું ગળું કાપ્યા બાદ હત્યારાએ પોતાના હાથની નસ કાપવાનો પણ પ્રયાસ કર્યો હતો. અને ત્યાર બાદ ખિસ્સામાંથી કાઢીને ઝેરી ગોળી ખાઈ લીધી હતી. આરોપી ફેનિલને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. સિવિલ હોસ્પિટલોના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ફેનિલે ઝેરી દવા પીધી હોવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ઘટના બાદ ફેનીલ, ગ્રીષ્મામાંના ભાઈ અને મોટા પિતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, ફેનિલની હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, નસ કપાઈ નથી અને માત્ર માસ જ કપાયું છે. જ્યાં 10 જેટલા ટાંકા આવ્યા છે. ફેનિલ ગોયાણીને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર અપાઈ રહી હતી. ત્યારબાદ તેની હાલત સ્ટેબલ થતા રજા આપવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, ફેનીલને સિવિલ હોસ્પીટલમાંથી રજાને લઈ અમે ઉપરી અધિકારીઓને જાણ કરી છે. લગભગ કોઈ અધિકારી આવે પછી જ એને પોલીસ કસ્ટડી સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાશે. ફેનિલની સારવાર દરમિયાન પરિવાર છોડી બીજા કોઈને પણ મળવા દેવાયા નથી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.