સુરત | કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો સોદો કર્યો? જાણો સમગ્ર ઘટના

Lok Sabha Election 2024: સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ કલેક્ટર કચેરીમાં કરેલી એફિડેવિટ બાદ સુરતના રાજકારણમાં ધમાસાણ મચી ગયું છે. કુંભાણીની ઉમેદવારી રદ થઈ જવા સુધી મામલો પહોંચી જતા કોંગ્રેસમાં(Lok Sabha Election 2024) દોડધામ મચી ગઈ છે.કોગ્રેસના વકીલ બાબુભાઇ માંગુકિયાએ ચાર ટેકેદારોનું અપહરણ થયો હોવાનો દાવો કર્યો છે.જે બધું જોતા નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો સોદો કર્યો છે તેવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો સોદો કર્યો તેવા આક્ષેપો
સુરતમાં કોંગ્રેસને હવે ઈજ્જત બજાવવા ઉમેદવારી પત્રક બચાવવું છે. ઉમેદવારને પોતાને રસ નથી કે તેનું ફોર્મ મંજુર થાય. કુંભાણીને ગતરોજ 11 વાગે નોટીસ મળી હતી કે તમારા ટેકેદારો ફર્યા છે,તેવો ખુલાસો થયો હતો. આ વાત લીક થઈને કોંગ્રેસ લીગલ ટીમને પહોંચી અને લીગલ ટીમ ચૂંટણી અધિકારીને ત્યાં પહોંચી અને કોંગ્રેસ દ્વારા નીલેશ કુંભાણીને પરાણે બોલાવાયા ત્યારે તે 2.30 કલાકે આવ્યા હતા.

બાકી એને તો કોઈને આ વાતની ખબર પડે આ વાતની એમાં પણ ઈચ્છા નહોતી. સદભાગ્યે હાઈકોરટના વકીલ માંગુકિયાની સભા 4 વાગે સુરતમાં હતી જેની એક ખીલ્લી પણ 3 વાગ્યા સુધી કુંભાણી એ લગાવી નહોતી એના પરથી જ ઈરાદો સ્પષ્ટ હતો. બધા જાણી ગયા એટલે ઉમેદવારને રાઉન્ડ અપ કર્યા અને કહ્યું ટેકેદાર હાજર કરો, નહિતર અપહરણ ની ફરિયાદ આપો અથવા હેબીયર્સ કોપર્સ કરીએ.

નૈષધ દેસાઈએ આ ઘટનાને વખોડી
કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈએ આ ઘટનાને વખોડી કાઢતા કહ્યું કે, લોકશાહીમાં ચૂંટણી તંત્રનું આ ફારસ છે. ટેકેદારો કોંગ્રેસના જ છે તો આવું કેમ થયું? ધારાસભ્ય અને સાંસદોની હરાજી હોય ત્યાં ટેકેદારોની શું વિસાત? ટેકેદારોએ છેલ્લી ઘડીએ અરજી કરી છે. તેઓ અમારા સંપર્કમાં છે. ટેકેદારોને કોઈ પ્રેમભાવ અને કોઈ રામભાવથી ઊંચકી ગયા છે. અમે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરીશું. અરજન્ટ સુનાવણી હાથ ધરી રાત સુધીમાં ઓર્ડર મળે એવી પ્રાર્થના કરીશું.

શું નિલેશ કુંભાણીએ ટિકિટનો સોદો કર્યો છે?
કોંગ્રેસના સુરતના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ નિલેશ કુંભાણી પર મોટો આરોપ લગાવ્યો છે. અસલમ સાયકલવાલાએ કહ્યું કે, નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો સોદો કર્યો છે.‘આખી ઘટનામાં નિલેશ કુંભાણી જ જવાબદાર છે. કાર્યકર્તા હોત તો શહેર કોંગ્રેસ કે પ્રદેશ કોંગ્રેસના આદેશથી ટેકેદાર રાખ્યા હોત તો આવી ઘટના બનતી તો અમારું સંગઠન જવાબદાર હોત. લોકસભાના ઉમેદવાર હતા તેમના અંગત બનેવી, ભાણિયા, ધંધાકીય ભાગીદારોને ટેકેદાર બનાવ્યા હતા તો તેના માટે સંપૂર્ણ જવાબદાર નિલેશ કુંભાણી છે. 100 ટકા કઇક તો રંધાયુ હશે અને તેનો જવાબ નિલેશ કુંભાણીએ આપવો જોઇએ.’