સુરતના મોટા વરાછા ઉપલી કોલોની આગળ તળાવ પાસે રહેતા એક શ્રમજીવી પરિવારની બે વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી મોટા વરાછા ગામ-અબ્રામમા રોડ પર કરમશી બાપાના શેરડીના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે દોષિત ઠેરવી આજીવન કેદની સાથે દંડની સજા કરી છે. આરોપીને છેક સુધી પશ્ચાતાપ થાય તે માટે મૃત્યુદંડની સજા ન ફરમાવતા સ્પેશિયલ (પોક્સો) જજની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડવા પ્રયાસ કર્યો છે.
બાળકીને રખડતી મુકીને આરોપી ફરાર થઈ ગયો હતો
પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાત કરીએ તો, સુરતના મોટા વરાછા ગામ તળાવ પાસે નવી બનતી વેદાંત સિટી પાછળ આવેલી ઝુપડપટ્ટીમાં આરોપી શત્રુધ્ન ઉર્ફે બિજલી યાદવ રહે છે. તેણે બે વર્ષ પહેલા 11મી માર્ચના રોજ બપોરના સમયે શ્રમજીવી પરિવારની બે વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી મોટા વરાછા અબ્રામા રોડ પર કરમશીબાપાના શેરડીના ખેતરમાં લઈ જઈ આરોપી શત્રુઘ્ન યાદવે દુષ્કર્મ ગુજારી માસૂમ બાળકીને ત્યાં છોડી મૂકી હતી.
અદાલતે આરોપીને સજા ફટકારી
અમરોલી પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે તપાસ કરી આરોપીની ધરપકડ કરી પોકસો સહિતના ગુના દાખલ કર્યા હતાં. આજે કેસની સુનાવણી પૂર્ણ થતાં કોર્ટે એપીપી કિશોર રેવલીયાની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી શત્રુઘ્ન યાદવને કસીરવાર ઠેરવતો હુકમ કરી આજીવન કેદની સાથે દંડ ફટકાર્યો છે.આ સજા તેને કુદરતી મૃત્યુ ના થાય ત્યાં સુધી ભોગવવાની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews