કોરોના મહામારીને કારણે કેનેડા ન જઈ શકનાર સુરતના યુવાને રસ્તા વચ્ચે નગ્ન થઈ કર્યું…

સુરત શહેરના અડાજણ વિસ્તારમા આજે સવારે એક નવજવાન યુવાન અચાનક નગ્ન થઈને રોડ વચ્ચે જ તમાશો કરવા લાગ્યો હતો. જોકે સારા ઘરનો દેખાતા યુવાને એક કલાક તમાશો કર્યા બાદ પોલીસે તેની અટકાયક કરી ત્યારે ખબર પડી હતી કે કેનેડા જવા માટે પરીક્ષાની તૈયારી કરી હતી અને પરીક્ષા રદ થયા બાદ આ યુવાન પોતાનું માનસિક સંતુલન  ગુમાવતા આજે તમાશો કર્યો હતો.

આ ઘટના બાદ ટુંક સમયમાં ઘટના સ્થળે જોત જોતામાં લોકો એકત્ર થઈ જતા આ યુવાન અભદ્ર ભાષા સાથે ગાળો બોલવાની શરૂ કરી દીધું હતી. જોકે, સ્થાનિક લોકોએ આ મામલે પોલીસને જાણકારી આપી હતી. જેને લઈને પોલીસ દોડી આવી હતી અને યુવાનને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. યુવાને રસ્તા પર નગ્ન થઈને એક કલાક તમાશો કર્યો હતો.

આ યુવકના પરિવારના જણાવ્યા અનુસાર, યુવાનનું નામ વિજય ધનવન ગોહિલ છે. વિજય છેલ્લા લાંબા સમયથી કેનેડા જવા માટે પરીક્ષાની તૈયારી કરતો હતો. 22 વર્ષીય યુવાન હાલમાં અભ્યાસ કરતો હતો પણ પોતાની મહેનત વચ્ચે કોરોના લોકડાઉન આવી જતા તેની પરીક્ષા રદ થઈ હતી. જેથી તે માનસિક રીતે હતાશ થઈ ગયો હતો અને સતત ટેન્શનમાં રહેતો હતો. દરમિયાન આજે આજ ટેન્શનમાં આવી જઈ પોતાના કપડાં કાઢીને તમાશો કર્યો હતો.

આ યુવકની મહેનત વચ્ચે કોરોનાનું લોકડાઉન આવી જતા તેની પરીક્ષા રદ થઈ ગઈ હતી જેના કારણે માનસિક રીતે હતાશ થઈ ગયો હતો. જેને લઈને તે સતત માનસિક ટેન્શનમાં રહેતો હતો અને આજે આજ ટેન્શનમાં આવી તેણે પોતાના કપડાં કાઢીને તમાશો કર્યો હતો. જોકે હાલ યુવાનની સારવાર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જો કે, યુવાનનો પરિવાર આવતા સમગ્ર મામલે વિગતો પોલીસ  આપતા સમગ્ર બાબત બહાર આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *