સુરતમાં પરિસ્થિતિ એટલી ખરાબ બની છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી બંધ સમશાનો ફરી શરુ કરવા પડ્યા- પહેલો મૃતદેહ 13 વર્ષના બાળકનો…

સુરતમાં કોરોનાની ભયંકર ત્સુનામી આવી છે. કેટલાય લોકો કોરોના રૂપી આ ત્સુનામીમાં બરબાદ થઇ ગયા છે. કેટલાય લોકોના પરિવાર બરબાદ થઇ ગયા છે. ગયા વર્ષ…

સુરતમાં કોરોનાની ભયંકર ત્સુનામી આવી છે. કેટલાય લોકો કોરોના રૂપી આ ત્સુનામીમાં બરબાદ થઇ ગયા છે. કેટલાય લોકોના પરિવાર બરબાદ થઇ ગયા છે. ગયા વર્ષ કરતા પાંચ ગણો કોરોના મોટો થયો છે અનેધીરે ધીરે દરેક લોકોને પોતાના શિકંજમાં લઇ રહ્યો છે. અને નાનાથી લઈને દરેક લોકો હાલ કોરોનાથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે. કોરોનાની આ લહેરે બાળકોથી લઈને મોટા વડીલોને પોતાના ભોગ બનાવાયા છે. છેલ્લા ઘણા દિવસથી બાળકો કોરોનાનો શિકાર થઇ રહ્યા છે. અને હાલ સુરતમાં મૃત્યુદર એટલો વધી ગયો છે કે, છેલ્લા 15 વર્ષથી બંધ પડેલા સ્મશાન શરુ કરવા પડ્યા છે.

રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. ગુજરાતમાં કોરોનાથી નાનાથી લઈને યુવાન લોકોના મોતના આંકડા સતત વધી રહ્યા છે. સુરત શહેરના સ્મશાનોમાં અંતિમસંકાર માટે લાંબી લાંબી લાઇનો લાગી છે. લોકોને 24 24 કલાકે વારો આવી રહ્યો છે. અને આવી પરિસ્થિતિ વચ્ચે સ્મશાનોમાં ખૂબ જ વેઇટિંગ શરૂ થતાં તંત્ર દ્વારા બે નવા સ્મશાન કાર્યરત કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત શહેરના પાલ વિસ્તારમાં કૈલાશ મોક્ષધામમાં 14 વર્ષ પછી રવિવારના રોજ પહેલો અંતિમસંસ્કાર કર્યો હતો. અને આ અંતિમસંસ્કાર થતા હાજર લોકોની આખો ગમગીન થઇ હતી. કારણ એ જ હતું કે, જેનો અગ્નિસંસ્કાર થયો તે માત્ર 13 વર્ષનો માસુમ બાળક હતો. હજીતો તેણે પોતાનું જીવન જીવવાની શરૂઆત કરી હતી અને ત્યાતો કોરોનાએ પોતાના શિકંજમાં લઇ માસુમ બાળકને મોત આપ્યું હતું. કોરોનાથી મૃત્યુ પામેલા આ 13 વર્ષના બાળકની શબસૈયા જોઇને પરિવાર જાણો ધ્રુસકે ધૂસકે રડી પડ્યા હતા. જયારે 14 વર્ષ પછી એક બાળકને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા. અને ગઈકાલે આ શાનમાં 15 જેટલા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના અંતિમસંસ્કાર થયા હતા.

રાજ્યમાં કોરોનાની બીજી લહેરે કેટલાય પરિવારોને બરબાદ કરી નાખ્યા છે અને કેટલાય પરિવારના મુખ્ય લોકો હાલ ICU અને વેન્ટીલેટર પર જીવન અને મોત વચ્ચેની લડાઈ લડી રહ્યા છે. દરરોજને દરરોજ કોરોના રેકોર્ડબ્રેક કેસ નોંધી રહ્યો છે. તેમછતાં લોકો હજી પણ બેજવાબદારી પૂર્વક જાહેરમાં માસ્ક વગર ફરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 6021 નવા કેસ નોંધાયા છે અને 55 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *