સુરતના હજીરામાં પાંચ વર્ષની બાળકીને પીંખી હત્યા કરનાર નરાધમને સુરત કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

સુરત(Surat): શહેરના હજીરા(Hazira) વિસ્તારની શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકી પર ગયા એપ્રિલ મહિના દરમિયાન દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં નરાધમને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યારે…

સુરત(Surat): શહેરના હજીરા(Hazira) વિસ્તારની શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકી પર ગયા એપ્રિલ મહિના દરમિયાન દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં નરાધમને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યારે આરોપી વિરુધ્ધ સરકાર પક્ષના વિશેષ પુરાવા તથા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ(Further statement) બાદ આજ રોજ ચુકાદો પોક્સો કેસોની ખાસ અદાલતમાં જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આ નરાધમને અંતિમ શ્વાસ સુધી જેલની સજા આપવામાં આવી છે એટલે કે આજીવન કેદ(Life imprisonment)ની સજા ફટકારવામાં આવી છે. આ પીડિત બાળકીને 20 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ ચુકવવામાં આવ્યો.

બાળકી તરફે સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવતા કહ્યું છે કે,બાળકી સાથે બદકામ કરનારા આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો છે. આ ઘટના પહેલા પણ આરોપીએ એક બાળકી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એ બાળકીએ તેના પર ઈંટ મારીને પ્રતિકાર કર્યો હતો. જેથી તે આ નરાધમના હાથથી બચી ગઈ હતી. પરંતુ આ બાળકી સાથે આરોપી દ્વારા ક્રુર અને જઘન્ય કૃત્ય આચરવામાં આવ્યું છે. 

આજથી સાત-આઠ મહીના પહેલાં હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ફક્ત પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને મધ્યપ્રદેશના વતની એવા 27 વર્ષના આરોપી સુજીત મુન્નીલાલ સાકેત બદકામ કરવાના ઈરાદે દીકરીને પોતાની સાથે લઈ ગયો હતો.આરોપીએ ભોગ બનનાર માસુમ બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી ફરાર થઇ ગયો હતો. જેથી ભોગ બનનાર બાળકીના વાલીએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી સુજીત સાકેતની પોલીસ દ્વારા પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગો કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *