સુરત સિવિલની લાલિયાવાડી- કોરોના ન હોવા છતાં દાખલ કર્યા અને ૧૦ દિવસ બાદ હાર્ટએટેકથી મૃત્યુ થયાનું સિવિલનું બહાનું

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ જડપથી વધી રહ્યા છે. એવામાં ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં કોરોના કેસના આંકડાઓ વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી બાજુ સતત સુરતની કોવીડ હૉસ્પિટલમાં બેદરકારી સામે આવી રહી છે. સુરતની કોવીડ હૉસ્પિટલમાં એક આધિડ મહિલાને કોરોના નહીં હોવા છતાં પણ કોવીડ હૉસ્પિટલ ખાતે 10 દિવસ સુધી દાખલ કરવામાં આવ્યા હતા અને અને સારવાર નહિ અપાતા મોત થયા બાદ પરિવારને તેમની મોતની જાણકરી મોતના 4 કલાક બાદ આપવામાં આવી હતી. જોકે પરિવારે હૉસ્પિટલ પર બેદરકારીના આક્ષેપ કર્યા છે. મૃતક મહિલાના પૌત્રએ કહ્યું હતું કે ”મારા બાને કોરોના નહોતો છતાં COVID વોર્ડમાં રાખ્યા, 10 દિવસ પછી કહ્યું હાર્ટએટેકથી મોત થયું”.

સુરત કોવિડ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. કોરોના ન હોવા છતા એક મહિલા દર્દીને વોર્ડમાં રખાયા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યો. કોરોનાવાઇરસને લઇને સંક્રમિત થતા દર્દીને સારવાર માટે સુરત ની નવી સિલીલ હૉસ્પિટલ ખાતે એક 1200 બેડની કોવીડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જોકે આ હૉસ્પિટલ સતત છેલ્લા 3 દિવસથી વિવાદમાં આવી રહી છે.  તંત્ર અને અહીંયા કામ કરતા તબીબોની બેદરકારીની ઘટના એક પછી એક સામે આવી છે.

ગતરોજ એક પરિવાર દ્વારા હૉસ્પિટલની બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે દર્દીને છેલ્લા 10 દિવસ થી કોરોના વોર્ડમાં સારવાર આપવામાં આવતી હતી તેમનું ગતરોજ બપોરે 3 વાગે મોત થઇ ગયું હોવા છતાંય પરિવાર ને સાંજે 7 વાગે જાણકારી આપવામાં આવે છે. જોકે આ આધેડ મહિલાને કોરોના નહિ હોવા છાંય તેમને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 10 દિવસથી ગયા બાદ પણ પરિવાર તેમનો કોરોના રિપોર્ટ પણ આપવામાં આવ્યો નહતો. જોકે તેમના મુત્યુ બાદ તંત્ર દ્વારા તેમને કોરોના નથી અને રિપોર્ટ નેગેટિવ હોવાની જાણકારી આપવામાં આવી હતી.

મહિલાના પરિવાર દ્વારા તેમને ને છેલ્લા કેટલાક દિવસ શ્વાસની તકલીફ હોવા છતાંય તબીબો દ્વારા વેન્ટિલેટર હાઈ ની જગ્યા પર લો રાખવામાં આવ્યુ હતું અને છેલ્લા 3 દિવસથી તેમને બેભાન અવસ્થામાં સારવાર આપી અને ઇન્જેકસન આપવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. કોરોના નહિ હોવા છતાંય વોર્ડમાં દાખલ કરવા સાથે તેમના મોતના 4 કલાક બાદ પરિવાર પૂછવા જાય છે ત્યારે તેમને હૃદય રોગનો હુમલો આવતા મોત થયાની જાણકરી આપવામાં આવે છે. આમ હૉસ્પિટલની બેદરકરીને લઈને પરિવારે આક્ષેપ સાથેનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. અને હોસ્પિટલ બેદરકારી છતી કરવાનો પ્રયાસ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *