સુરતમાં તમારો ફોન પણ નથી ચોરાયો ને! ક્રાઈમ બ્રાંચે 18 મોબાઈલ ફોન અને સ્પોર્ટ્સ બાઈક સાથે 1 ની કરી ધરપકડ

Published on Trishul News at 6:34 PM, Tue, 10 October 2023

Last modified on October 10th, 2023 at 6:34 PM

Youth arrested with 18 mobile phones in Surat: શહેરમાં સતત ચોરી અને લુંટફાટની ઘટના સામે આવતી રહે છે. તેમજ છેલ્લા ઘણા સમયથી મોબાઈલ સ્નેચીગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. બેફામ બનેલા અસામાજિક તત્વોને ખાખી વર્દીનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલમાં આવા જ એક રીઢા ગુનેગારને પકડી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે.

સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મોબાઈલ સ્નેચીગ કરનાર તથા ચોર ઇસમ પાસેથી ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર ઈસમને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો, આરોપી પાસેથી પોલીસે 18 મોબાઈલ ફોન તેમજ એક સ્પોર્ટ્સ બાઈક મળી કુલ 2.86 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે, પોલીસ તપાસમાં ૫ ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા

સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે ઉન પાટિયા સોયેબ નગર પાસેથી આરોપી મોહમંદ કૈફ ઉર્ફે અરબાજ જહાંગીર અહેમદ ખાન (ઉ.23) ને ઝડપી પાડ્યો હતો, પોલીસે તેની પાસેથી 1.37 લાખની કિંમતના અલગ અલગ કંપનીના 18 મોબાઈલ ફોન તેમજ 1.50 લાખની કિમતની એક સ્પોર્ટ્સ બાઈક મળી કુલ 2.86 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો,

પોલીસ તપાસમાં પુણા, અડાજણ, અલથાણ, પાંડેસરા અને સચિન જીઆઈડીસી મળી કુલ ૫ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે, વધુમાં આરોપી સ્પોર્ટ્સ બાઈક પર સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મોબાઈલ સ્નેચીગ કરતો હતો તેમજ અજાણ્યા ચોર ઈસમો પાસેથી ચોરી કરેલા મોબાઈલ ફોન સસ્તા ભાવે ખરીદી કરી અજાણ્યા ઇસમોને વેચાણ કરતો હતો અને જે પણ પૈસા આવે તે પોતાના મોજશોખ માટે વાપરી લેતો હતો, હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Be the first to comment on "સુરતમાં તમારો ફોન પણ નથી ચોરાયો ને! ક્રાઈમ બ્રાંચે 18 મોબાઈલ ફોન અને સ્પોર્ટ્સ બાઈક સાથે 1 ની કરી ધરપકડ"

Leave a comment

Your email address will not be published.


*