હાર્ટએટેકે લીધો જુવાનજોધ દીકરાનો ભોગ: હિંમતનગરમાં 23 વર્ષીય યુવકના મોતથી પરિવારમાં છવાયો માતમ

23 year old youth died of a heart attack: રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટએટેક કિસ્સામાં વધારો થયી રહ્યો છે.અને હવે રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં હાર્ટએટેકના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા પાચ દિવસમાં ત્રણ યુવાન ના મોત નીપજ્ય છે. હાર્ટ એટેકના કારણે હિંમતનગરના 23 વર્ષીય(23 year old youth died of a heart attack) યુવાનનું મોત થતાં રાજ્યમાં 5 દિવસમાં યુવા જીવનદીપ બુઝાવવાની આ સમગ્ર રાજ્યમાં ત્રીજી ઘટના બની છે.મૃતક કેવિનના પિતા અશોકભાઇ રાવલ ખાનગી મીડિયા સાથે ફોટો જર્નાલિસ્ટ તરીકે જોડાયેલા છે.

ચાર દિવસ પહેલા જ જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતો માત્ર 19 વર્ષીય યુવક ઢળી પડ્યો હતો, જ્યારે ત્રણ દિવસ પહેલાં સુરતમાં ધો.8ની સ્ટુડન્ટ એકાએક બેન્ચ પરથી ઢળી પડતાં તે મોતને ભેટી હતી.ત્યારે આજરોજ હિંમતનગરમાં વધુ એક હાર્ટ-એટેકનો બનાવ બન્યો છે.

રોબર્ટિક સાયન્સનો અભ્યાસ કર્યો હતો પૂર્ણ
કેવિન ત્રણ વર્ષ પહેલા જ કેનેડા અભ્યાસ કરવા માટે ગયો હતો. જ્યાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી પરિવાર સાથે રહેવા માટે હિંમતનગરમાં આવી ગયો હતો. હાલમાં જ તેને રોબર્ટિક સાયન્સનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને પરિવારને પણ પોતાના દીકરા માટે ઘણી બધી આશાઓ પણ હતી. પરંતુ આ કાળ જ દીકરાનું આ રીતે મોત થવાને કારણે પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. હાલ તેનો પરિવાર પણ આઘાતમાં પડી ગયો છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે.

ગયા ગુરૂવારના રોજ પણ અમદાવાદમાં એક હોટલમાં અંગત પલ માણવા માટે ગયેલા 32 વર્ષે મહમદ અંસારી નામના યુવકને પણ હાર્ટ એટેક આવ્યો હતો. તે એક યુવતી સાથે હોટલમાં ગયો હતો. પરંતુ યુવકને હાર્ટ એટેક આવતા જ યુવતી ગભરાઈને હોટલની બહાર નીકળી ગઈ હતી. ત્યાર પછી ઘણીવાર સુધી યુવક બહાર ન આવતા સ્ટાફે જઈને આગળની તપાસ કરી તો તેમને ખબર પડી કે યુવક બેડ પર પડ્યો છે. પોલીસે તપાસમાં યુવકનું મોત હાર્ટ અટેક થી થયો હોવાનું સામે આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *