Youth arrested with 18 mobile phones in Surat: શહેરમાં સતત ચોરી અને લુંટફાટની ઘટના સામે આવતી રહે છે. તેમજ છેલ્લા ઘણા સમયથી મોબાઈલ સ્નેચીગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. બેફામ બનેલા અસામાજિક તત્વોને ખાખી વર્દીનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલમાં આવા જ એક રીઢા ગુનેગારને પકડી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે.
સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મોબાઈલ સ્નેચીગ કરનાર તથા ચોર ઇસમ પાસેથી ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર ઈસમને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો, આરોપી પાસેથી પોલીસે 18 મોબાઈલ ફોન તેમજ એક સ્પોર્ટ્સ બાઈક મળી કુલ 2.86 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે, પોલીસ તપાસમાં ૫ ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા
સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે ઉન પાટિયા સોયેબ નગર પાસેથી આરોપી મોહમંદ કૈફ ઉર્ફે અરબાજ જહાંગીર અહેમદ ખાન (ઉ.23) ને ઝડપી પાડ્યો હતો, પોલીસે તેની પાસેથી 1.37 લાખની કિંમતના અલગ અલગ કંપનીના 18 મોબાઈલ ફોન તેમજ 1.50 લાખની કિમતની એક સ્પોર્ટ્સ બાઈક મળી કુલ 2.86 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો,
પોલીસ તપાસમાં પુણા, અડાજણ, અલથાણ, પાંડેસરા અને સચિન જીઆઈડીસી મળી કુલ ૫ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે, વધુમાં આરોપી સ્પોર્ટ્સ બાઈક પર સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મોબાઈલ સ્નેચીગ કરતો હતો તેમજ અજાણ્યા ચોર ઈસમો પાસેથી ચોરી કરેલા મોબાઈલ ફોન સસ્તા ભાવે ખરીદી કરી અજાણ્યા ઇસમોને વેચાણ કરતો હતો અને જે પણ પૈસા આવે તે પોતાના મોજશોખ માટે વાપરી લેતો હતો, હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube