સુરતમાં દેહવિક્રયના ધંધામાં સંડોવાયેલ અને સિવિલમાંથી ફરાર થઈ ગયેલ આરોપીને ઝડપી પાડતી સુરત ક્રાઈમ બ્રાન્ચ

સુરતમાં થોડા દિવસ પહેલા વડોદરાથી અપહરણ કરી લાવી સગીર વયની બાળાને બળજબરી પૂર્વક દેહવ્યાપારના ધંધામાં ધકેલવાના ગુનાના આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ કોરોનાની સારવાર દરમિયાન આરોપી સિવિલ હોસ્પિટલમાંથી છટકી ગયો હતો.

ત્યારબાદ પોલીસે સઘન કામગીરી હાથ ધરી હતી. આજરોજ સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ પ્રમોદ રામગોપાલ શર્મા છે. જે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો હતો. મૂળ કે ઉત્તર પ્રદેશનો નિવાસી છે. તેના વિરુદ્ધ કરજણથી એક સગીર યુવતિનું અપહરણ કરી તેને બળજબરીપૂર્વક દેહવ્યાપારના ધંધામાં ધકેલવા નો આરોપ હતો. ત્યારબાદ તેને કોરોના પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તે નાસી છૂટયો હતો. જેની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી છે.

તેના પર સ્પામાં કુટણખાનું ચલાવતા હોવાનો આરોપ છે. આ ગુનામાં પકડાયેલા પ્રમોદ શર્મા અગાઉ પણ વર્ષ 2017માં ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં દેહવ્યાપારનો ધંધો ચલાવતો હતો. જેના અંતર્ગત અગાઉ પણ તેની ધરપકડ થયેલી હતી. હાલ તે પોલીસની ગિરફતારમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *