સુરતનું યુવાધન ઇ-સીગરેટ અને ઇ-હુક્કાના રવાડે: હજારોના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ

સુરત શહરે પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ નાઓ દ્વારા સુરત શહેરમાાં છેલ્લા ઘણા સમયથી નાકોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “NO DRUGS IN SURAT CITY” અભિયાન ચાલુ કરવામાાં આવેલ છે. જે અભિયાન અંતગત સુરત શહરે પોલીસ નાકોટીક્સ ડ્રગ્સની બદીને ડામવામાાં સફળ રહેલ છે. વધુમાં માનનીય પોલીસ કમિશનરને ધ્યાને આવેલ કે, શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વીક્રેતાઓ દ્વારા ઈ-સીગરેટ તથા ઈ-હુક્કાનુ વેચાણ કરવામાાં આવી રહેલ છે. જેના સેવનના કારણે યુવાધન નશાખોરીના રવાડેચઢી પોતાના આરોગ્યને જોખમમાાં મકી રહેલ છે. તેમજ ભારત સરકાર દ્વારા ઈ-સીગરેટ તથા ઈ-હુક્કાના સેવન અને વેચાણ ઉપર પ્રવતબાંધ લગાડવામા આવેલ છે. જેથી આવા રીટેઇલર તથા હોલસેલ વેચાણ કરતા વીક્રેતાઓને શોધી કાઢી તેમના વિરુધ કડકમાં કડક કાયગવાહી કરવા માંગે છે.

ઉપરોક્ત સુચનાના આધારે સુરત શહરમાં વિવિધ વિસ્તારોમાં આવા પ્રકારની ઈ-સીગરેટ તથા ઈ-હુક્કાનુ વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડકટ્સના હોલસેલ દુકાનદારો ઉપર વોચ રાખવા માટે એસ.ઓ.જી. દ્વારા સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી તેમના દ્વારા ખાનગી રીતે વોચ રાખવામાાં આવી રહેલ હતી.

જે આધારે આજરોજ તા.૦૮/૦૩/૨૦૨૧ નારોજ એસ.ઓ.જી.ના પો.સ.ઈ. વી.સી.જાડેજા તથા એ.એસ.આઈ. ફદપસીંહ કાનજીિભાઈ એ.એસ.આઈ. ધમેન્રસીંહ છત્રસીંહ તથા અ.હે.કો. હેમાંત લખમાિાઈ ,વવગેરે સ્ટાફના માણસો શહેર વિસ્તારમાાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન સાથેના ASI દીપસીંગ કાનજીભાઈને મળેલ બાતમી આધારે

અથવા ભાગા તળાવ પાણીની ભીંત પાસે બેંક ઓફ બરોડાની સામે મકાન નં. ૧૦/૫૦૭ પહેલા માળે “જય અંબે ટોબેકો” નામની દુકાનમાાં રેડ કરી દુકાનદાર ખુશાલ ગોપાલદાસ ધમાણી (ઉ.૨૯, રહે મકાન નં. ૧૦/૫૦૭ પહેલા માળે બેંક ઓફ બરોડાની સામે.અથવા ભાગા તળાવ પાણીની ભીંત પાસે) ઝડપી પાડી તેની દુકાનમાંથી “REFILLING THE MYA CLEAROMIZER” કુાંપનીની પ્લાસ્ટીકના બોક્સમાં પેક કરેલ ઇ-વસગરેટ ચાર્જર કેબલ તથા ફ્લેિરની ૧૦ એમ.એલ. ની બોટલ સાથે ની ઇ-વસગરેટના બોક્સ કુલ નંગ -૧૦૮, કીમતે રૂપિયા ૫૪૦૦૦/-ની મતાનો મદ્દુામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આમ સુરત શહેરનું યુવાધન આવા ઇ-સીગરેટ કે ઇ-હુક્કાના સેવનના રવાડે ચઢી નશાખોરી આચરી પોતાનુ યુવાધન બરબાદ કરી રહેલ હોય જેથી આ યુવાધન ધન બરબાદ થતુ અટકાવવા અને શહેરમાાં કાયદો અને વ્યવસ્થાની પફરસ્સ્થતી સરુઢ રીતેજળવાઈ રહેતે માટે પોલીસ કમિશનર શ્રી દ્વારા આપવામાં આવેલ સખ્ત સુચના મુજબ આવનારા સમયમા સુરત શહરે માાં આવેલ તમામ પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ ફડ્રસ્ ટીબ્યટરો ુ ઉપર વોચ ગોઠવી તેમના દ્વારા ઈ-સિગારેટ, ઇ-હુક્કા કેઆવી કોઈ અન્ય પ્રોડક્ટનુ વેચાણ થતુહશેતો તેમના ઉપર કાયદેસરની કડક કાયગવાહી કરવામાાં આવનાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *