જાણો કેમ સુરતમાં એકસાથે 3 મહિલા અને 2 રત્નકલાકારોએ કરી લીધો આપઘાત… -જાણો વિગતવાર

હાલમાં વધી રહેતા આપઘાતના કિસ્સો દરમિયાન સુરત શહેરમાં અલગ અલગ બનાવમાં નાના વરાછાની મહિલા સહિત છ જણાએ આપઘાત કરી લીધો હોવાનું સામે અવાયું છે. કોરોનાકાળમાં આર્થિક સંકડામણ અનુભવતા આ તમામ લોકોએ આપઘાત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના નાના વરાછા સ્થિત જલારામ સોસાયટીમાં રહેતા દક્ષાબેન ધીરજલાલ માવાણીએ શુક્રવારે ઘરમાં ઝેર ગટગટાવી આપઘાત કરી લીધો હતો. તેમના પતિ અને પુત્ર ટેલરીંગ કામ સાથે સંકળાયેલા છે. તેમનો પણ કોરોનાને લઈ કામધંધો બરાબર ચાલતો નહીં હોવાથી તેમણે અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં કાપોદ્રામાં આવેલી મધુવન સોસાયટીમાં રહેતી સેજલબેન બિપીનભાઈ મકવાણાએ શુક્રવારે ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. તેના આપઘાત પાછળનું કારણ પોલીસ જાણી શકી નથી. મૃતક સેજલબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે કાપોદ્રા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, પુણાગામમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં રહેતા ભવાનભાઈ ગલાભાઈ કાકડિયા અગાઉ રત્નકલાકાર તરીકે નોકરી કરતા હતા અને હાલ બાંધકામનું કામ શીખી રહ્યાં હતા. આ દરમિયાન બુધવારે ભવાનભાઈએ પુણાગામ, રેશ્મા ચોકડી પાસે ઝેર ગટગટાવીને પરિચિતને ફોન કર્યો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ હતું.

આ ઉપરાંત કતારગામ પીપલ્સ ચાર રસ્તા નજીક શક્તિનગર સોસાયટીમાં રહેતો મહિપાલ સુરજમલ મનાત રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. આ દરમિયાન મૂળ રાજસ્થાન, ડુંગરપુરના વતની મહિપાલે શુક્રવારે બપોરે ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. તેના આપઘાત પાછળનું કારણ કતારગામ પોલીસ હજુ જાણી શકી નથી.

મૂળ ઝારખંડનો વતની બાસુ મુરમુ શેકેલ મુરમુ નામનો યુવક ખજોદ સ્થિત ડાયમંડ બુર્સમાં નોકરી કરી લેબર કોલોનીમાં રહેતો હતો. તેણે શુક્રવારે બપોરે કોઈ અગમ્ય કારણસર લેબર કોલોનીમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઉપરાંત મોટા વરાછા સ્થિત ગોકુલધામ સોસાયટીમાં રહેતી ક્રિષ્ણાબેન ચંદુભાઈ રાડદીયાએ પણ શુક્રવારે બપોરે ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *