Scam in Bit Coin Launch in Surat: સુરતમાં તાજેતરમાં જ છેતરપિંડી થયાના ઘણા કેસો સામે આવી ગયા છે. ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણના નામે 2 કરોડ 30 લાખ ખંખેરી નાખ્યા છે. ગુજરાતમાં જ્યારે પણ બીટકોઈનની વાત સામે આવે ત્યારે સુરત મોખરે રહે છે. તેમ આવી ચેન સિસ્ટમમાં પણ સુરતના લોકો પણ અગાઉ ભોગ બની ચુક્યા છે ત્યાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં આ ગેંગનો મુખ્ય પ્રમોટર ઈંગ્લેન્ડના મોહસીન જમીલની ધરપકડ(Scam in Bit Coin Launch in Surat) કરવામાં આવી છે.
પોલીસે ક્રિપ્ટો કરન્સીના પ્રમોટરને ઝડપી પાડ્યો છે. આ શખ્શ બક્ષ કોઈન નામની ક્રિપ્ટો કરન્સી પ્રમોટ કરવાનો આરોપી છે. દુબઇ ભાગેલો પ્રશાંત બ્રહ્મભટ્ટ ભારતમાં હોવાની માહિતીના આધારે ગોવા એરપોર્ટથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતમાં 7 રોકાણકારોએ 2.30 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. આ પ્રતિબંધિત રોકાણ આ શખ્શ દ્વારા કરાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડના મોહસીન જમીલ દ્વારા બીટકોઈનનું ટ્રેડિગ કરાયું હતી. સુરતની ઇકો સેલ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ આર્થિક ગુના નિવારણ શાખાએ આ પ્રકરણમાં મુખ્ય પ્રમોટર કહેવાતા ઈંગ્લેન્ડના મોહસીન જમીલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube