ગુજરાત સહીત સુરત શહેરમાં હાલ લોકડાઉન છે. સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓ સિવિલ હોસ્પિટલની લાપરવાહીને કારણે ભાગી જતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. બે દિવસ અગાઉ 50 વર્ષીય ભગવાન રાણા ભાગી ગયા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલમાં દાખલ કરાયા હતા. આ દર્દી ભાગી જતા લિંબાયત પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જો કે, હવે આ દર્દી મૃત હાલતમાં મળી આવતાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.
28 એપ્રિલના રોજ તંત્રની ઘોરબેદરકારીને કારણે આ દર્દી સવારે 11 વાગ્યે નાસી ગયો હતો. જેને પકડવા માટે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જો કે ગઇકાલે આ દર્દી સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ નજીકથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેના અંતિમ સંસ્કાર કરવાની સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા પીએમ રૂમ આસપાસનો વિસ્તાર સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું.
રેડ ઝોન માનદરવાજા ટેનામેન્ટનો પોઝિટિવ ઈસમ સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. માનદરવાજા ટેનામેન્ટના 50 વર્ષીય ભગવાન હરીકૃષ્ણ રાણા(ઉ.વ.આ.50) ભાગી ગયા હતા. 21 એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલમાં દાખલ કરાયા હતા. રેડ ઝોનનો આ દર્દી ભાગી જતા લિંબાયત પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જો કે, દર્દી મૃત હાલતમાં મળી આવતાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news