Surat News: અવારનવાર સોશ્યલ મીડિયામાં પોલીસ જવાનોના દારૂના નશામાં ધુત વિડીયો વાયરલ થતા રહેતા હોય છે.કાયદાનું પાલન કરાવવા વાળા ખુદ જ કાયદાને દારૂના પેગ સાથે ઘોળીને પી જાય છે.ત્યારે સુરતમાં(Surat News) ફરી એકવાર દારૂના નશામાં ધૂત પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે.જેમાં દારૂના નશામાં કારમાં જઈ રહેલા પોલીસકર્મીએ સુરત સહારા વિસ્તારમાં એક ફેરિયાની રેકડીને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. જેનો વિડીયો પણ વાયરલ થયો છે.
નશામાં ધૂત પોલીસે રેક્ડીને મારી ટક્કર
ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા હોય તેવી ઘટના ફરી એકવાર સુરતમાંથી સામે આવી છે.આ ઘટનામાં કોઈ સામાન્ય માણસ નહિ પરંતુ કાયદાને ભાન કરાવતા પોલીસકર્મી સાહેબ જ સંડોવાયેલા છે. સહરાદરવાજા વિસ્તારમાં એક પોલીસ સાહેબ મસ્ત દારૂનો પેગ મારીને કાર લઇ જઈ રહ્યા હતા આ દરમિયાન એક રેકડીવાળાને જોરદારની ટક્કર મારી હતી.જેના કારણે ફેરિયાને સામાન્ય ઇજા પહોંચી હતી,ત્યારે આ અકસ્માતના પગલે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને ટોળાએ નશામાં ધૂત પોલીસ જવાનને ઉધડો લીધો હતો,પરંતુ આ દરમિયાન અન્ય રાહદારીઓ સાથે પણ આ સાહેબનું ગેરવર્તન સામે આવ્યું હતું.
ઉચ્ચ અધિકારિઓ માટે તપાશનો વિષય બન્યો
વાયરલ થયેલા વીડિયો મામલે અનેક સવાલો પોલીસ સમક્ષ પણ ઉઠી રહ્યા છે. એક બાજુ સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતભરમાં ગેર કાયદેસર દારૂ ખરીદ અને વેચાણ પર પ્રતિબંધ છે,બીજી તરફ અનેકવાર પોલીસકર્મી આ રીતે દારૂની રેલમછેલ કરતા હોય તેવા વીડિયો વાયરલ થાય છે.ત્યારે હવે આ વાયરલ વિડીયો પોલીસના ઉચ્ચ અધિકારિઓ માટે તપાશનો વિષય બન્યો છે.હવે જોવાનું એ રહ્યું કે આ પોલીસ કર્મી વિરુદ્ધ ઉચ્ચ અધિકરીઓ કોઈ પગલાં લેશે,કે દર વખતની જેમ આવી પરિસ્થિતિ સર્જાતી રહેશે? આ બધી પરિસ્થિતિ જોતા અહીંયા એક સવાલ એ પણ થાય છે કે શું આ પોલીસકર્મી રાજયમાં દારૂબંધીનો અમલ કરાવશે? જેમણે પોતે જ હાથમાં જામ લીધા છે.
એક બાજુ પોલીસ નાના માણસોને પકડી દારૂ કેસમાં પાઠ ભણાવતી હોય છે, ત્યારે હવે પોલીસ પોતે જ પીધેલી હાલતમાં જાહેરમાં હંગામો મેચાવે તો નાગરિકોના માનસ પર તેમની છબી શું ઉપસે તેનો અંદાજ લગાવી શકાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App