અમેરિકાના પેન્ટાગોનને પછાડીને સુરત ડાયમંડ બુર્સ બનશે દુનિયાની સૌથી ઓફીસ બિલ્ડીંગ

Surat Diamond Bourse will be Largest office building: ગુજરાત અને ભારતનું ડાયમંડ સીટી તરીકે ઓળખતું સુરતની પાસે હવે એક નવી ઈમારત તેયાર થઈ ગઈ છે.…

Surat Diamond Bourse will be Largest office building: ગુજરાત અને ભારતનું ડાયમંડ સીટી તરીકે ઓળખતું સુરતની પાસે હવે એક નવી ઈમારત તેયાર થઈ ગઈ છે. શહેરમાં તાજેતરમાં બાંધવામાં આવેલ સુરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) કટીંગ, પોલિશર્સ અને વેપારીઓ સહિત 65,000 થી વધુ હીરા વ્યાવસાયિકો માટે “વન-સ્ટોપ ડેસ્ટિનેશન” તરીકે ઓળખ આપવામાં આવી છે.

7.1 મિલિયન ચોરસ ફૂટ ફ્લોર સ્પેસ સાથે, તે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તરીકે પેન્ટાગોનને (World’s largest office building Pentagon) વટાવી જશે તેવું માનવામાં આવે છે, એક અહેવાલમાં જણાવાયું છે કે, 35 એકરમાં ફેલાયેલા તેના પ્રભાવશાળી 15-માળના સંકુલ સાથે, આ બુર્સ મધ્ય “સ્પાઈન” માંથી નીકળતી નવ એકબીજા સાથે જોડાયેલા લંબચોરસ માળખાઓની અનન્ય ડિઝાઇન ધરાવે છે.

કોરોના કાળમાં આ બાંધકામને બંધ કરી દેવામાં આવ્યું હતું. અને ત્યારપછી આ બાંધકામને પૂર્ણ કરવામાં આવ્યું છે. અને નવેમ્બર મહિનામાં તેના પ્રથમ ઓફીસ માલિકને આવકારવા માટે તૈયાર છે. મળતી માહિતી અનુસાર,વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આ વર્ષના અંતમાં સત્તાવાર ઉદઘાટન થશે.

આ ડાયમંડ બુર્સમાં 4,700 થી વધુ ઓફિસ આવેલી છે, જે નાની ડાયમંડ કટિંગ અને પોલિશિંગ વર્કશોપ તરીકે પણ કામ કરી શકે છે. આ બિલ્ડીંગની વાત કરીએ તો અહિયાં આવનાર કામદારો માટે 131 એલિવેટર લીફ્ટ તેમજ ડાઇનિંગ, રિટેલ, વેલનેસ અને કોન્ફરન્સ સુવિધાઓનો પણ સમાવેશ થાય છે.

પ્રોજેક્ટના CEO, મહેશ ગઢવીએ સુરત ડાયમંડ બુર્સના ફાયદાઓ દર્શાવ્યા હતા અને ભાર મૂક્યો હતો કે તે કેવી રીતે હજારો લોકોને વ્યવસાયિક હેતુઓ માટે ટ્રેન દ્વારા મુંબઈની દૈનિક મુસાફરીમાંથી બચાવશે. મહેશ ગઢવી જણાવે છે, હીરા વ્યવસાયીઓને સુરતમાં સ્થાનાંતરિત કરવાના પગલાને “વધુ સારો વિકલ્પ” ગણાવ્યો.

સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ ભારતીય આર્કિટેક્ચર ફર્મ મોર્ફોજેનેસિસ દ્વારા કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, પ્રોજેક્ટનો આકાર ડિમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. બાંધકામ શરૂ થાય તે પહેલાં જ તમામ ઓફિસો હીરા કંપનીઓ દ્વારા ખરીદવામાં આવી હતી.

મોર્ફોજેનેસિસના સહ-સ્થાપક સોનાલી રસ્તોગીએ જણાવ્યું હતું કે ડિઝાઇનનો ઉદ્દેશ્ય તમામ ધંધાદારીઓ માટે સમાન સુલભતા સુનિશ્ચિત કરવાનો છે, જેમાં કોઈ પણ એન્ટ્રી ગેટથી ઓફિસ પહોંચવામાં સાત મિનિટથી વધુ સમય લાગતો નથી.

સુરત ડાયમંડ બુર્સની ઓફિસિયલ વેબસાઇટ અનુસાર, તેનો હેતુ ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત, નિકાસ અને વેપારને પ્રોત્સાહન આપવાનો છે. તેનો ઉદ્દેશ્ય હીરાના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલી સંસ્થાઓને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાનો છે. વધુમાં, તે કટીંગ, પોલિશિંગ અને પ્રોસેસિંગ સહિત જેમ્સ અને જ્વેલરી સંબંધિત વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા, આગળ વધારવા, રક્ષણ અને વિકાસ કરવાનો ઇરાદો ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *