Surat Diamond Bourse: સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યા બાદ હીરાના વ્યાપાર સાથે સંકળાયેલ લોકો આશા વધી હતી.મંદીના માહોલ વચ્ચે તે લોકોના મનમાં વ્યાપારમાં તેજી આવશે તેવું તણખલું જાગ્યું હતું.જો કે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન બાદ પણ પરિસ્થિતિ જેમની તેમ જ છે ત્યારે ડાયમંડ બુર્સ વહેલી તકે શરુ થાય તે માટે ગઈકાલે સાંજે 4:30 કલાકે મહિધરપુરા હીરા માર્કેટમાં મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં મહિધરપુરા હીરા માર્કેટ ના મોટા વેપારીઓ સાથે હીરા દલાલ અને નાના વેપારી ભાઈઓ(Surat Diamond Bourse) ખુબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જૂન-2024 માં માર્કેટ શરુ કરવાની બાહેંધરી આપી
સુરત ડાયમંડ બુર્સ વહેલી તકે શરુ થાય તે માટેનો જબરદસ્ત પ્રતિસાદ વેપારી પાસેથી મળ્યો હતો. એક જ અવાજે જૂન-2024માં માર્કેટ શરૂ કરવાની બાંહેધરી આપી હતી. આ મિટિંગમાં સુરત ડાયમંડ બુર્સની કમિટી તરફથી ચેરમેન ગોવિંદ ધોળકિયા, વાઇસ ચેરમેન લાલજી પટેલ, પ્રેસિડેન્ટ અરવિંદ શાહ(અજબાણી), મથુર સવાણી, વાઇસ પ્રેસિડેન્ટ નાગજી સાકરીયા, વાઇસ પ્રેસિડેન્ટ અશેષ દોશી વગેરે હાજર રહ્યા હતા. વેપારીઓને સમજણ આપવામાં આવી હતી કે આપણે એક સાથે ઓફિસ શરૂ કરવી પડશે, ત્યાં સુધી આપણે મહિધરપુરા ડાયમંડ માર્કેટની પાર્કિંગમાં બેસીને વેપાર કરતા રહીશું.
ગોવિંદ ધોળકિયાએકરી આ ભલામણ
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું કે, જૂન માસથી ડાયમંડ બુર્સની તમામ ઓફિસો શરૂ થઈ જાય તેના માટે આપણે સૌએ એકબીજાને સહકાર આપવાનો છે. અડધા શરૂ કરે અને અડધા શરૂ નહીં કરે તે વ્યાજબી નથી. બધા એક સાથે શરૂ કરીશું તો ખૂબ સારી રીતે આગળ કામ ચાલશે. હું પોતે કહું છું કે હું મારું આખું કામ ત્યાંથી શરૂ કરવા જઈ રહ્યો છું. ડોંગરેજી મહારાજ કહેતા હતા કે જ્યાં સુધી પોતે વ્યક્તિ અનુસરે નહીં ત્યાં સુધી બીજાને તેને કહેવાનો કોઈ અધિકાર નથી. વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ગયો હોય તો આપણે શા માટે તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
આ મિટિંગમાં હીરા દલાલ અને નાના વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ કરવા માટે હોદ્દેદારો દ્વારા અપીલ કરવામાં આવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App