કામરેજના ખડસદ નજીક કાર અને પુરપાટ ઝડપે આવતી બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત: 1 નું મોત, ફૂટેજ CCTVમાં કેદ

રિપોર્ટર: દિનેશ પટેલ Surat Acciden:સુરત શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે.તેવામાં ફરી એકવાર અકસ્માતના કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.જેમાં…

રિપોર્ટર: દિનેશ પટેલ Surat Acciden:સુરત શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે.તેવામાં ફરી એકવાર અકસ્માતના કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.જેમાં બારડોલીના મોતાથી પુણા પાટીયા જઈ રહ્યા હતા.ત્યારે કામરેજના ખડસદ નજીક એક કાર અને પુરપાટ ઝડપે આવતી બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક પર જઈ રહેલા 3 વ્યક્તિ ફંગોળાયા હતા જે બાદ તેમને સારવાર(Surat Acciden) અર્થે હોસ્પિટલ લાવતા એકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત
આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના મોતા ખાતે આવેલી આરાધના અંબે વેલી સોસાયટીના ઘર નંબર 224 ખાતે રહેતા હરેન્દ્ર રાજેશ ચૌહાણ, શેરસિંઘ અવધેશ ચૌહાણ તેમજ શૈલેષ રામદવર ચૌહાણ બુધવારના રોજ મોતાથી બાઈક નંબર (GJ05EY-3043) પર પુણા પાટીયા જઈ રહ્યા હતા.ત્યારે કામરેજના ખડસદ નજીકના સરદાર સર્કલ રીંગરોડ પરથી પસાર થતી વેળાએ જીપ કંપાસ નંબર (GJ05RC-9962) ના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતના પગલે બાઈક પર સવાર ત્રણેય રોડ પર પટકાયા હતા,જે બાદ ત્રણેયને ગંભીર ઇજા પહોંચતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા.

ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા
લોકોના એકત્ર થયેલા ટોળાએ આ ઘટના અંગે પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.જે બાદ પોલીસની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માત અને નોંધ લઇ ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

એકનું મોત થયું
અકસ્માતના પગલે હરેન્દ્રસિંહ તેમજ શેરસિંઘને સામાન્ય ઇજા જ્યારે શૈલેષ ચૌહાણને માથાના તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત ત્રણેયને સુરતની સ્મીમેર હોસ્પીટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા.જ્યાં સારવાર દરમ્યાન ઇજાગ્રસ્ત શૈલેષ ચૌહાણનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.ઘટનાને પગલે હરેન્દ્ર રાજેશ ચૌહાણે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ત્યારે આ યુવકના ઓચિંતા મોતના પગલે તેના પરિવારમાં ભારે આક્રન્દ છવાઈ ગયો હતો.તેમજ તેનો પરિવાર ભારે શોકમાં ગરકાવ થયો છે.