સુરત હીરાબજાર માટે આવ્યા મહત્વના સમાચાર- જાહેર કરી આ નવી ગાઈડલાઈન્સ

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને સુરતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર બચ્ચે થયેલી બેઠક બાદ 14મી જુલાઈથી હીરા બજાર શરૃ થાય તે પહેલાં ગાઈડ લાઈન બહાર જાહેર કરવામાં આવી છે. જેમાં હીરા બજારમાં ૧૦થી વધુ લોકો સંક્રમિત થયેલા બહાર આવશે તો હીરા બજારને સંપુર્ણ બંધ કરી દેવાશે. આ ઉપરાંત મ્યુનિ.ની ટીમ રેન્ડમલી કોઈ પણ યુનિટમાં કર્મચારીઓનું એન્ટીજન ટેસ્ટ કરશે જેમાં કોઈ કામદાર પોઝીટીવ આવશે તો યુનિટ તાત્કાલિક બંધ કરી દેવાશે આ ઉપરાંત સરકાર દ્વારા જે ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી તેનો કડકાઈથી અમલ કરવાનો રહેશે.

સુરત શહેરમાં હીરા ઉદ્યોગ શરુ થાય તે પહેલા જ ગાઈડ લાઈન જાહેર કરવામા આવી છે તે મુજબ કર્મચારીઓ તથા મુલાકાતીઓના નામ સાથે રજીસ્ટ્રેશન કરવાનું ફરજ્યાત છે અને રસ્તા પર બે વાહનો પર બેસીને કોઈ પણ સંજોગોમાં ધંધો કરી શકાશે નહીં. સુરત મહાનગરપાલિકાએ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે તેમાંથી કોઈ પણ કામદારને કામ પર રાખી શકાશે નહીં.

ફરજીયાત પણે આ નિયમોનું કરવુ પડશે પાલન

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે, હીરા બજારમા ટ્રેડીગ કે ઓફિસમાં દોઢ ફુટનું ઓછામાં ઓછું અંતર રાખવાનું રહેશે તથા માસ્ક ફરજ્યાત પહેરવાનું રહેશે. હીરા બજારમાં કામ કરતાં તમામ કર્મચારીઓને સરકારની આરોગ્ય સેતુ એપ્લીકેશન ફરજ્યાત ડાઉન લોડ કરાવવાની રહેશે. તથા તમામ યુનિટમાં ફરજ્યાત સીસી ટીવી કેમેરા ચાલુ રાખવા તથા રેકર્ડીંગ રાખવાનું રહેશે.

ગાઈડ લાઈનનો સંપુર્ણ અમલ કરવા સાથે સાથે મ્યુનિ. તંત્ર કોઈ પણ સમયે ટ્રેડીંગ યુનિટ કે ઓફિસનું સરપ્રાઈઝ ચેકીંગ કરશે. ચેકીંગ દરમિયાન કોઈ પણ નિયમનુ પાલન ન થતુ હોય તેવું લાગે તો શિક્ષાત્મક કાર્યવાહી સાથે રોકડ દંડ પણ વસુલ કરવામાં આવશે. આ ઉપરાંત કોઈ પણ ઓફિસમાં કર્મચારીનું એન્ટીજન ટેસ્ટ કરવામા આવશે તેમાં કોઈ વ્યક્તિ સંક્રમિત થાય તો યુનિટ કે ઓફિસ તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવશે. કોઈ પણ હીરા બજારમાં ૧૦ કે તેથી વધુ લોકો સંક્રમિત બહાર આવશે તો બજાર સંપુર્ણ બંધ કરાવી દેવામાં આવશે.

હીરા બજાર માટે નક્કી કરાયેલી ગાઇડલાઇન:

તમામ ઓફિસ બપોરે ૨થી ૬ વાગ્ય સુધી ખુલ્લી રાખી શકાશે…

હીરા બજારના દરેક કર્મચારીઓને આઈ કાર્ડ ઈસ્યુ કરવા પડશે…

શહેર બહારથી આવતાં તમામ લોકઓએ ગાઈડ લાઈન મુજબ ફરજ્યાત 14 દિવસ કોરોન્ટાઈન રહેવું પડશે…

આઈસીએમઆરની ગાઈડ લાઈન પ્રમાણે રોજ બે વાર કર્મચારીઓનું થર્મલ સ્ક્રેનીંગ કરવાનું રહેશે…

ઓફિસમાં કામ કરતાં દરેક વ્યક્તિને પ્લસ ઓક્સીમીટર પર ચકાસણી કરી ઓક્સીજનની માત્રાની નોધ રાખવી પડશે…

કોઈ વ્યક્તિ બિમાર પડે તો 104 પર સરકારને જાણ કરવાની રહેશે…

તમામ ટ્રેડીંગ યુનિટ- ઓફિસમાં એસી સાથે વેન્ટીલેશન ફરજ્યાત કરવાનું રહેશે…

વેન્ટીલેશન શક્ય ન હોય તેવા સંજોગોમાં એગ્ઝોસ્ટ ફેન ફરજ્યાત રાખવો પડશે…

ઓફિસના ફ્લોર પર યોગ્ય અંતરે સર્કલ કરવાના રહેશે…

કોરોનાથી જાગૃત્તિના મટીરીયલ્સ દરેક યુનિટમાં મુકવાના રહેશે.

આખા યુનિટને આવરી લે તે મુજબ સીસી કેમેરા મુકવા પડશે…

પ્રવેશદ્વાર પર સેનેટાઈઝર ફરજ્યાત રાખવું પડશે…

ટ્રેડીંગ યુનિટ ઓફિસના બાથરૃમને રોજ બે વાર હાયપોકેલોરાઈડથી સાફ સફાઈ કરવાની રહેશે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *