સુરત(Surat): સુરતનું હીરા ઉદ્યોગમાં દિવસે દિવસે આગળ વધી રહ્યું છે અને ટોચ સપાટીએ જઈ રહ્યું છે. કટ એન્ડ પોલિશ્ડ(Diamond Polishing Machine)માં આજે મશીનરીનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મશીનરી હાર્ડવેર અને સોફ્ટવેર બંનેનો ઉપયોગ કરે છે. નાની હીરાની કંપનીઓ પણ વિશ્વ સાથે તાલ મિલાવીને કામ ઝડપથી અને સચોટ રીતે કરવા માટે ટેકનોલોજી અને મશીનરીનો ઉપયોગ કરી રહી છે. બીજી તરફ છેલ્લા દોઢ મહિનાથી શહેરના હીરા ઉદ્યોગને માઠી અસર થઈ છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે શહેર રો-મટીરીયલ્સની તંગીનો સામનો કરી રહ્યું છે.
હાલમાં તો નાની મોટી સહિત મોટા ભાગની હીરા પેઢીઓ ધીમે ધીમે ડચકાં ખાઈ રહી છે. ત્યારે હીરા પેઢીઓ માટે મશીનરી બનાવતી કંપની દ્વારા શહેરની 200થી વધારે હીરા પેઢીઓ પર કોપીરાઈટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. એક બાજુ હીરાના કારખાનાઓમાં કામ ઓછું છે બીજી બાજુ મશીનરી બનાવતી કંપનીએ કોપીરાઈટનો કેસ કરીને 200 હીરા પેઢીઓમાં કાર્યરત મશીનરીઓને સીલ કરાવી દીધી છે.
જેને લઈને સિલ થયેલા મશીનરીના માલિકોની બેઠક યોજવામાં આવી હતી. સુરત ડાયમંડ અસોશિયન ખાતે આ બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં કઈ રીતે મશીનરી છોડાવી શકાય તે અંગે રણનીતિ ઘડવામાં આવી હતી. જો મશીનરીની સિલ નહિ ખોલવામાં આવે તો હજારો રત્નકલાકારો બેકાર બનવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ બેઠકમાં શું વાતચીત થઇ તે જુઓ આ વિડીયોમાં…
આ અગાઉ ડાયમંડ એસોસિએશને કહ્યું હતું કે, હાલ હીરા માર્કેટની પરિસ્થિતી અત્યંત જ ખરાબ છે, ત્યારે મંદીના માર વચ્ચે મશીનરી સિલ થઈ જવાને કારણે કામ બંધ થતાં રોજગારી પર ખુબ મોટી અસર પડશે. એટલા માટે ડાયમંડ અસોસિએશન તમામ 200 કંપનીને એક જ મંચ પર લાવી મધ્યસ્થી કરી વચલો રસ્તો કાઢવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.