સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી સાડા ચાર વર્ષની બાળકી સાથે કલરકામ કરતા યુવકે બિસ્કિટની લાલચ આપીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.આરોપીને બાળકીના પિતા મારવારના હતા પરંતુ બાળકીના કાકાએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા ગુનો નોંધાવ્યો હતો ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ડિંડોલીની એક શ્રમિક પરિવાર સાથે રહે છે.
પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરીઓ અને માતા છે. મોટી દીકરી સાડા ચાર વર્ષની છે.દીકરી સાથે જે સોસાયટીમાં રહે છે ત્યાં એક મકાનમાં કલરકામ ચાલે છે. બુધવારે સવારે ભોગ બનનાર બાળકી ઘર પાસે રમતી હતી. ત્યારે કલરકામ કરનારે બાળકી ને બિસ્કિટ ખવડાવવાની લાલચ આપીને તેને નવનિર્મિત્ત મકાનના બાથરૂમમાં લઈ ગયો હતો. ત્યાર બાદ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો.
સમગ્ર હકીકત ત્યારે બહાર આવી જયારે બાળકી દુખાવો થતા તે રડવા લાગી હતી. તેથી આરોપીએ તેનીને છોડી મુકી હતી. બાળકીએ ઘરે આવીને દાદીને આ વાત કરી હતી. ત્યાર બાદ રાત્રે તેના પિતા કામ પરથી પરત ફર્યો ત્યારે બાળકીએ તેના પિતાને કહ્યું કે કલરકામ કરનાર ગંદા અંકલેે બિસ્કિટ આપવાનું કહીને બાથરૂમમાં લઈ જઈ તેની સાથે ગંદુ-ગંદુ કરવા લાગ્યો હતો.
ગુરુવારે સવારે કલરકામ કરનાર આરોપી આવતા ગોલુ રામમિલન શ્રીકુમાર યાદવ( ૨૨ વર્ષ.રહે. જગદંબા નગર,ડિંડોલી) આવતા તેને જોઈને રાકેશ ઉશ્કેરાયો હતો. રાકેશ તેને મારવા માટે નિકળ્યો હતો. પરંતુ રાકેશના ભાઈએ તેને રોકીને ફરિયાદ કરવાનું કહેતા રાકેશે ગોલુ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ એ પોસ્કો દુષ્કર્મ અને વવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ગોલુની ધરપકડ કરી તેને કોર્ટમાં મોકલી તેના રિમાન્ડ મેળવી તેના વિરુદ્ધ પૂરતા પુરાવા મૂકી તેને કડકમાં કડક સજા થાઈ સમાજમાં આવા નરાધમ ને એક દાખલો બેસાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.