Lockdown વાત પણ સુરતમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. આ વખતે સુરતના ડુમસ પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારવાનો ગુનો નોંધાયો છે. આરોપી 41 વર્ષીય મેહુલ પટેલ આભવા ગામનો વતની છે. જેણે 17 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ કર્યું છે.
પોલીસ ફરિયાદમાં ફરીયાદીએ નોંધાવ્યું છે કે, મેહુલ પટેલ નામના વ્યક્તિએ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક છેડછાડ કરી અને અશ્લીલ સાહિત્ય બતાવીને અવારનવાર શારીરિક સંબંધ બાંધી લગ્નની લાલચ આપી હતી 18 વર્ષ પુરા થશે એટલે આપણે લગ્ન કરી લઈશું. તેવો વાયદો પણ કર્યો હતો.
હાલ એસસીએસટી સેલના એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.પટેલ વધુ તપાસ કરી રહ્યા છે. મેહુલ પટેલ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 376 સી, 354a, 323, 176 તથા પોકસો એકટ અને એટ્રોસિટી એક્ટ હેઠળની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news