અમરોલીમાં અંગતપળોનો Video વાઈરલ કરવાની ધમકી આપીને 3 શખ્સોએ ડોક્ટર પાસેથી માંગી 10 લાખની ખંડણી

સુરત(ગુજરાત): સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા ડોટકરનો અંગતપળોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને 10 લાખ રૂપિયાની માંગણી કરનાર 3 આરોપી વિરુધ પોલીસમાં ફરિયાદ નોધાઈ છે. ફરિયાદમાં જાણવામાં આવ્યું હતું કે, આરોપીઓએ એકબીજાની મદદથી ડોકટરના અંગતપળોના વિડીયો યેનકેન પ્રકારે મેળવીને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને 10 લાખ રૂપિયાની માંગણી કરી અપશબ્દ બોલ્યા હતા. ડોકટરની ફરિયાદ પોલીસે લઈ 3 આરોપી્ઓ વિરુધ ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.

3 વ્યક્તિએ સુરત શહેરના અમરોલી વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતા ડોકટરને બ્લેકમેઇલ કરવાની કોશિશ કરતા ડોક્ટરોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડોક્ટરોની અંગતપળોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 3 વ્યક્તિએ 10 લાખ રૂપિયાની માંગ કરી હતી. ડોક્ટરને ધમકી અપાયા પછી તબીબ ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ આ મામલે તબીબે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે ત્રણેય આરોપીની શોધખોળ શરુ કરી છે. ગતરોજ ડોક્ટરે અમરોલી પોલીસ મથકમાં હર્ષ વઘાસીયા સહિત ત્રણ વ્યક્તિ વિરુધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં તેમને જણાવ્યું હતું કે, એકબીજાની મદદથી આરોપીઓએ ડોકટરના અંગતપળોના વિડીયો યેનકેન પ્રકારે મેળવી લીધો હતો. અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને ડોક્ટર પાસેથી 10 લાખ રૂપિયાની માંગ કરી બિભત્સ ગાળો આપી હતી. તેથી ડોકટરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ડોકટરની ફરિયાદ લઈ ત્રણેય આરોપીઓ વિરુધ ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.

પોલીસને ડોકટરે જણાવ્યું હતું કે, જે વિડીયો આરોપીઓએ બનાવ્યો હતો તે વિડીયો ફેક છે. જોકે હવે આરોપીની ધરપકડ પછી જ વિડીયો ફેંક છે કે ઓરિજનલ તેનો ખુલાસો થશે. આ મામલે હાલ તો અમરોલીમાં ફરજ બજાવતા પીએસઆઇ એચ.વી.ચૌધરીએ વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *