જાણો કેમ કોઈ વ્યક્તિ ચોટીલા પર્વત પર રાત્રીના સમયે રહી શકતું નથી? જાણો રહસ્યમય પૌરાણિક કારણ

આજે અમે તમને ચોટીલા ના ચામુંડા માતા વિશે જણાવીશું અને તેમની સાથે જોડાયેલી કેટલીક તથ્યો કે જેના વિશે મોટા ભાગના લોકો કદાચ જાણતા નહિ હોય.…

આજે અમે તમને ચોટીલા ના ચામુંડા માતા વિશે જણાવીશું અને તેમની સાથે જોડાયેલી કેટલીક તથ્યો કે જેના વિશે મોટા ભાગના લોકો કદાચ જાણતા નહિ હોય. ચોટીલાના ડુંગરમાં ચામુંડા માતાજી સાક્ષાત બિરાજમાન છે. જયારે પણ તમે ચોટીલા ચામુંડામાં ના દર્શન કરવા માટે જાઓ છો ત્યારે તમારે 635 પગથિયાં ચઢવા પડે છે. ચામુંડા માતાજીનો ડુંગર 1000 વર્ષ જુનો છે.

1000 વર્ષ પહેલા આ વિસ્તારમાં ચંડ અને મૂંડ નામના૨ રાક્ષસોનો ખુબ જ ત્રાસ હતો એટલા માટે ઋષિ મુનિઓએ તપ કરીને મા આદ્યાશક્તિને પ્રસન્ન કર્યા આ આદ્યાશક્તિએ ચંડ અને મૂંડ નામના બંને રાક્ષસોનો નાશ કર્યો. માટે તે ચંડી ચામુંડા માતાજી તરીકે ઓળખાયા.

આજથી 150 વર્ષ પૂર્વે આટલું ભવ્ય મંદિર કે પગથિયાં ન હતા. લોકો ચામુંડા માતાજીના દર્શન કરવા માટે આવતા હતા અને જાણવા મળ્યું છે કે, ચામુંડા માં દિવસ દરમિયાન 3 વાર પોતાનું રૂપ બદલે છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે દિવસ દરમિયાન તો ઘણા લોકો આ મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે. પણ સાંજની આરતી પૂરી થતા દરેક લોકો ડુંગરની નીચે ઉતરી જાય છે.

સામાન્ય લોકોની સાથે મંદિરના પૂજારી પણ ડુંગરની નીચે ઉતરી જાય છે. કારણ કે રાત્રે આ ડુંગર પર રહેવાની કોઈને પરવાનગી આપવામાં આવી નથી. માત્ર નવરાત્રીના સમયે જ ચામુંડા માતાએ પૂજારી સહીત 5 લોકોને આ ડુંગર પર રહેવાની પરવાનગી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *