Adv Mehul Boghara: સુરતમાં ભાગ્યે જે કોઈ એવું હશે જેને એડવોકેટ મેહુલ બોઘરાને ઓળખતું ન હોય. નાયક ફિલ્મના અનિલ કપૂર જેમ મેહુલ બોઘરા સામાન્ય જનતા માટે મસિહા સમાન છે. સરકારી કર્મચારીઓ જયારે બરાબર કામ ન કરતા હોય અને ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય ત્યારે સામાન્ય(Adv Mehul Boghara) જનતા મેહુલ બોઘરાનો સંપર્ક કરે છે. અને એકવોકેટ મેહુલ તેઓની મદદ પણ કરે છે. ત્યારે ગુજરાતના પ્રખ્યાત ગાયક દ્વારા એડવોકેટ મેહુલ બોધરા પર એક ગીત બનાવ્યું છે.
15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસના દિવસે વકીલ મેહુલ માટે આ સોંગ બહાર પાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગુજરાતના પ્રખ્યાત ગાયિકા નેહા કુંભાણી દ્વારા “વિરલો…”ગીત ગાવામાં આવ્યું છે. આ ગીતનું ટિઝર આજે એટલે કે 14 ઓગસ્ટના રોજ ઈન્સ્ટાગ્રામ પણ શેર કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે આ સોંગના લિરિક્સ ચેતન કુડાની દ્વારા લખવામાં આવ્યું છે. અને આ ગીત માટે મ્યુઝિક JS મ્યુઝિક દ્વારા આપવામાં આવ્યું છે. ઈન્સ્ટાગ્રામ પણ નેહા કુંભાણી, ચેતન કુડાની, JS મ્યુઝિક અને એડવોકેટ મેહુલ બોઘરા એમ 4 લોકો દ્વારા કોલબ્રેશન કરવામાં આવ્યું છે.
View this post on Instagram
આ સોંગની શરૂઆતમાં ‘તું હીરલો છે અમારો’…તેનાથી થાય છે. જેમાં મેહુલભાઈના સંઘર્ષની કહાની છે. તેમના પર થયેલા હુમલા બાદ પણ તે દેશના યુવાનો અને જનતા માટે અડીખમ ઊભા રહેવાની તાકાત રાખે છે. તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર વિરલો સોંગ ધૂમ મચાવી રહ્યું છે. લોકો આ સોંગના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે આવતી કાલે એટલે કે 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસે આંખુ સોંગ રીલઝ કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App