વોટ્સએપ પર સ્ટેટસ મૂકી સુરત ફાયર સ્ટેશનના જવાનનો આપઘાત, બ્રિજ પરથી કૂદી મોત વ્હાલું કર્યું

સુરતમાં માન દરવાજા ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા રોની પટેલે નવસારી નજીક પૂર્ણા નદીમાં કુદકો મારી આપઘાત કર્યો છે. આપઘાત પહેલા મોબાઇલના વોટ્સએપ સ્ટેટસમાં “i quit” લખ્યું હતું. બુધવારે રાત્રે 11 વાગે પોતાની ફોરવિલ ગાડીમાં ઘરે પરત ફરતી વખતે નવસારી નજીક ગુરુકુલ સુપા પાસે નદી પરના બ્રિજ પર પોતાની કાર પાર્ક કરીને નદીમાં કુદકો માર્યો હતો.

રોની પટેલના પરિવારજનોએ સુરત ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. ત્યારબાદ માન દરવાજા ફાયર સ્ટેશનના જ કર્મચારીઓએ ચીફ ફાયર ઓફિસરની પરમિશન લઇને નવસારી નજીક 12 સભ્યોની ટીમ પહોંચી હતી. સુરત ફાયર વિભાગની ટીમેં પૂર્ણા નદીમાં કલાકો સુધી રોની પટેલની શોધખોળ કરી હતી. અંતે પૂર્ણા નદીના કિનારેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

રોની પટેલે આપઘાત કરવા પહેલા પોતાના મોબાઇલના વોટ્સઅપ સ્ટેટસ ઉપર ” i quit” લખીને પૂર્ણા નદીમાં કુદી પડ્યા હતા. આપઘાત કરવા પાછળનું કારણ ઘરના ઝઘડા જાણવા મળી રહ્યું છે. જોકે, ફાયર વિભાગના જવાનની વિદાયથી સુરત ફાયર વિભાગમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *