અશ્લીલ ફિલ્મો બાદ હવે બાળકોમાં ફેલાઈ રહ્યું છે નશાનું દુષણ :બે સગા ભાઈ સાથે ચાર બાળકોની થઈ ધરપકડ 

હાલમાં ઓનલાઈન અભ્યાસને કારણે રાજ્યમાંથી બાળકો અશ્લિલ ફિલ્મો જોઈ રહ્યાં છે. થોડા દિવસ પહેલાં રાજકોટની 8 વર્ષીય બાળકી અશ્લિલ ફિલ્મો જોતા પકડાઈ ગઈ હતી. બાળકોમાં સતત વધતું જઈ રહેલ દુષણની આવી જ એક ઘટના સુરત શહેરમાંથી સામે આવી રહી છે.

સુરતમાં યુવાધન પછી હવે બાળકો પણ નશો કરતાં હોવાનું સામે આવ્યું છે. નશાના દૂષણમાં ફસાયેલ કુલ 4 સગીરોને CID ક્રાઈમની મહિલા ટીમ દ્વારા પકડી પાડીને બાળગૃહમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સગીરો સ્પિરિટ તથા સિન્થેટિક એડહેસિવ સોલ્યુશનનો નશો કરી રહ્યાં હતાં.

પોલીસ દ્વારા પકડવામાં આવેલ સગીર બાળકોમાંથી 2 સગા ભાઈઓ છે. 8 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના બાળકોને પોલીસ સ્ટેશનમાં લાવીને તેમને સુધારવા માટે બાળગૃહમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના ખુબ ચેતવણીજનક છે.

ફૂટપાથ પર બાળકો રહે છે :
અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારનાં સોની ફળિયામાં કુલ 4 સગીર બાળકો સ્પિરિટ તથા સીન્થેટીક એડહેસીવ સોલ્યુશન (જેમાં પોલિવિનાઇલ આલ્કોહોલ, પોલિવિનાઇલ એસિટેટ, ફોર્માલ્ડિહાઇડ, મિથિલ ઇથર વગેરેનું મિશ્રણ હોય છે) થી નશો કરતા હોવાથી પકડી પાડવામાં આવ્યા છે. જેમાં 2 સગા ભાઈઓના પરિવારમાં કોઈ નથી, મા-બાપના મોત થઈ ગયા હોવાને કારણે ફૂટપાથ પર રહે છે. ચારેય સગીર છોકરાઓ ફૂટપાથ પર સાથે જ રહેતા હતાં.

ભીખ માંગીને નશીલા પદાર્થની ખરીદી કરતા :
સગીર બાળકોમાંથી 2 સગા ભાઈઓ છે, જેઓની ઉંમર 8 વર્ષ અને 9 વર્ષ છે. જયારે અન્યની ઉંમર 14 વર્ષ તથા 15 વર્ષની છે. જેમાંથી 2 સગા ભાઈઓના પરિવારમાં કોઈ નથી, મા-બાપનું પણ મૃત્યુ થઈ ગયું હોવાંનું જાણવા મળી રહ્યું છે.

એક ઘરેથી અનેક વાર પિતા માર મારતા હોય તથા માતા અપંગ હોવાંથી ઘર છોડીને ફૂટપાથ પર રહે છે જયારે અન્ય  15 વર્ષનો જે બાળક છે ઘોડો ચલાવવાનું કામ કરે છે. ઘોડો ચલાવવા માટે નોકરીએ રાખવામાં આવ્યો છે. બાકીના કુલ 3 બાળકો દિવસભર ભીખ માંગીને નશીલા પદાર્થની ખરીદી કરીને નશો કરતાં હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *