સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ થઇ રહી છે. વાત કરવામાં આવે તો મોટા ભાગે રત્નકલાકારો છૂટે ત્યારે પણ મોટા પ્રમાણમાં ટ્રાફિક(Traffic)ની સમસ્યા જોવા મળી રહી છે. ઠેર ઠેર ટ્રાફિકને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. માત્ર આટલું જ નહી સાંજે સુરતમાં આવતી ખાનગી બસોને કારણે ટ્રાફિકની હાલાકી ભોગવવી પડે છે. ત્યારે હવે ખાનગી બસ એસોસિએશન(Private Bus Association) દ્વારા એક મોટી અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
જો વાત કરવામાં આવે તો જે મુજબ 21-2-2023થી તમામ ખાનગી બસો સુરત બહારથી ઉપડશે. સાથે જ સવારે બહારથી આવતી તમામ બસો સુરત બહાર જ ઉભી રહેશે. શહેરમાં સવારે-રાત્રે થતા ટ્રાફિકને લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં 150 થી ખાનગી બસના માલિકો દ્વારા મિટિંગમાં જાહેરાત કરવામાં આવી છે. સુરત શહેરમાં દરોજ 500 થી વધુ બસોની અવર જવર રહે છે, જેમાં મોટાભાગે સૌરાષ્ટ્ર અને અમદાવાદની બસો હોય છે. ત્યારે ટ્રાફિકને કારણે અન્ય લોકોને હાલાકી ભોગવવી ન પડે તે માટે આ મહત્વનો નિર્ણય ખાનગી બસ એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે. સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક DCPને પત્ર લખ્યા બાદ ખાનગી બસ ઓપરેટરોએ રોષે ભરાઈને એક મીટિંગ બોલાવવામાં આવી હતી.
મહત્વનું છે કે, સુરત લકઝરી બસ ઓપરેટર ચેરીટેબલ એસોસિએશનના દિનેશ અણઘણના જણાવ્યા અનુસાર, શહેરમાંથી રોજની એવરેજ 500થી વધુ ખાનગી બસો ઓપરેટ થાય છે. પ્રસંગોપાત પણ લોકો બસ બુક કરવી રહ્યા છે. વધુમાં કહ્યું છે કે, રેગ્યુલર બસોની સાથે પ્રસંગો માટે ભાડે કરવામાં આવતી બસ પણ સિટીમાં પ્રવેશ નહીં કરી શકે.
તેમણે વધુમાં કહ્યું છે કે, ધારાસભ્ય કુમાર કાનાણીના વિસ્તારમાં અનેક દુષણો છે તેની સામે નવિધો કરીને પત્ર લખ્યો નથી. બસ માત્રને માત્ર સસ્તી પ્રસિદ્ધી માટે ખાનગી બસોને ટાર્ગેટ કરવામાં આવે છે, જેની હાલાકી હવે સામાન્ય લોકોને ભોગવવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.