આમ તો સૌ જાણે જ છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા ની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ આ દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, સુરતમાં તો દારૂ મળવો હવે સામાન્ય વાત થઈ ગઈ છે અને દારૂની હેરાફેરી કે વેચાણ કરવા માટે લોકો અનેક પ્રકારની તરકીબો અપનાવતા હોય છે. આ દરમિયાન પીસીબીએ અનોખી રીતે દારૂ સંતાડીને વેચતા એક ઇસમને ઝડપી પાડયો હતો.
સુરતમાંથી દારૂ ઝડપાવો હવે જાણે ખુબ જ સામાન્ય વાત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, શહેરમાંથી અવાર નવાર દારૂ ઝડપવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જ્યારે પીસીબીએ સુરતમાં અનોખી રીતે દારૂ છુપાવીને વેચતા ઈસમને ઝડપી પાડયો હતો. આ ઈસમો મોટર સાયકલમાં કચરા ના કેરેટમાં દારૂ છુપાવીને વેચતા હતા. જેથી કોઈને ખબર ન પડે. જોકે, હાલ પોલીસે દારૂની હેરાફેરી કરતા આ ઈસમ પાસેથી 40 હજારથી વધુની કિંમતનો દારૂ તેમજ મોટરસાયકલની સાથે સાથે કુલ 92 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને દારૂ લાવનાર તેમજ દારૂ મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
Pcb પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાત મળી હતી કે, નવાગામ ડીંડોલી હિરાનગર પાસે આવેલા SMC શૌચાલય પાસેથી દારૂનો સપ્લાય થવાનો છે. બાતમી મળતા જ પોલીસ દ્વારા વોચ ગોઠવી ક્રિષ્ના રામલાલ મિશ્રા નામના ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે મોટર સાયકલમાં કચરાના કેરેટમાં છૂપાવવામાં આવેલો દારૂ ઝડપી પાડયો હતો.
આ ઈસમ લોડિંગ કેરેજમાં પ્લાસ્ટિકની ગુણોમાં ખાલી બોટલો પુઠા પ્લાસ્ટિક વગેરે પરચુરણ કચરામાં છુપાવીને દારૂ લઇ જતો હતો. જેથી કોઈને ખબર પડે નહી. આ દરમિયાન પોલીસે તેની પાસેથી 40 હજારથી વધુની કિંમતનો દારૂ, મોબાઇલ ફોન તેમજ રોકડા રૂપિયા તેમજ બાઈક આમ કુલ મળીને 92,280નો માલ કબજે કર્યો હતો.
આરોપીની પૂછપરછ કરતા આ દારૂ દમણ ખાતે સપ્લાય કરનાર લાલુ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો અને સુરતમાં રાકેશ નામના વ્યક્તિ દ્વારા દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.