સુરત(ગુજરાત): સુરતના (Surat) હજીરા વિસ્તારમાં રસ્તે ચાલતા ડમ્પરમાં અચાનક આગ (fire in truck) લાગીનો બનાવ સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ખાનગી કંપનીના ફાયર વિભાગ(fire department) ઘટના સ્થળે દોડીને આગ પર કાબૂ મેળવવામાં સફળ રહી હતી. ડમ્પરમાં લાગેલી આગ પર સમયસર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી.
મળતી માહિતી મુજબ, શનિવારની મધરાત્રે સુરતના હજીરા વિસ્તારમાં રસ્તે ચાલતા ડમ્પરમાં અચાનક આગ લગતા ભાગદોડ મચી જવા પામી હતી. એલ.એન્ડ ટી કંપનીના ગેટ નંબર ત્રણ નજીક બનેલી ડમ્પરમાં આગની ઘટના પચી સ્થાનિક રિલાયન્સ કંપનીના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોચી ગયા હતા. ત્યારે ડમ્પરમાં લાગેલી આગ પર પાણીનો મારો કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરતમાં અગાઉ 6 દિવસ પહેલાં એક આઇસર ટેમ્પોમાં રીંગરોડ નજીક જૂની સબજેલ પાછળ આગ લાગી હતી. જેથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સાથે સાથે, ઘટનાની જાણ પછી ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂમાં મેળવ્યો હતો. પેન્ટ્રીમાં ગેસ બોટલ લિકેજ થવાને કારણે આગએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને કારણે આખો ટેમ્પો બડીને ભડથું બની ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.