લ્યો બોલો સુરત પોલીસને બાતમી મળી અને રેડ પાડી તો ઘરના રસોડામાંથી થર્ટી ફસ્ટ પહેલા જ મળી આવ્યો દારૂ

31 ડીસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં થર્ટી ફસ્ટની ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે છે. થર્ટી ફસ્ટ (31st party) નજીક આવી રહી છે. ત્યારે દારૂ (liquor) સંતાડવા માટે લોકો અલગ-અલગ પ્રકારનો કીમિયો અપનાવતા હોય છે. ત્યારે સુરતના (surat) ડીંડોલી વિસ્તારમાં (dindoli) આવેલા એક ઘરના રસોડામાં (home kitchen) ભોયરું (Dugout) બનાવી દારૂ સંતાડેલો હતો. જોકે, આ મામલે પોલીસને (police) બાતમી મળી જતા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડયો અને એકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, થર્ટી ફસ્ટને લઈ શહેરમાં દારૂનો સ્ટોક કરવા બુટલેગરો (Bootlegger) સતર્ક બન્યા છે. અને દારૂને સંતાડવા માટે અલગ-અલગ તરકીબ અપનાવી રહ્યા છે. ત્યારે શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા એક ઘરનાં રસોડા માંથી દારૂનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ગત રાત્રે નનામો ફોન આવ્યો હતો.

ફોન કરનારે ડીંડોલી મણીનગર પાછળ શાકભાજી માર્કેટ નજીક ગણેશ નગર રૂમ નં. 12માં દારૂ છુપાવેલો છે. જેને પગલે ડીંડોલી પોલીસે ગણેશનગરના રૂમ નં. 12માં દરોડા પાડયા હતા. રૂમનો દરવાજો ખુલ્લો હોવાથી અંદર પ્રવેશી સર્ચ કર્યુ હતું. જે અંતર્ગત રસોડાના પ્લેટફોર્મ પર રણધીરકુમાર સહદેવ પાઠકના નામ વાળું લાઇટ બિલ મળી આવ્યું હતું.

આ ઉપરાંત રૂમમાં એક ટાઇલ્સનો ટુક્ડો પડેલો હતો. આ ટુકડો ઉંચકતા વેંત જમીનમાં નાનકડું એક ભોંયરૂ મળી આવ્યું હતું. ભોંયરામાં પ્લાસ્ટિકના કોથળો હતો અને તેમાં વિદેશી બનાવટની અલગ-અલગ બ્રાન્ડની 1067 નંગ બોટલ કિંમત 98 હજારનો જથ્થો મળી આવ્યો હતો.

ડીંડોલી પોલીસે દારૂનો જથ્થો કબ્જો લઇ રણધીરકુમાર પાઠક વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે રણધીરને વોન્ટેડ જાહેર કર્યો હતો. ભોંયરામાં પ્લાસ્ટિકના કોથળો હતો અને તેમાં વિદેશી બનાવટની અલગ-અલગ બ્રાન્ડની 1067 નંગ બોટલ કિંમત 98 હજારનો જથ્થો મળી આવ્યો હતો. ડીંડોલી પોલીસે દારૂનો જથ્થો કબ્જો લઇ રણધીરકુમાર પાઠક વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે રણધીરને વોન્ટેડ જાહેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *