સુરતમાં દારૂ પીને ત્રાસ આપતા પતિને તેની પત્નીએ એવો પાઠ ભણાવ્યો કે…, જાણીને રુંવાડા ઉભા થઈ જશે

હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં પત્નિ અને તેના ભાઈ ક્રૂરતાની હદ પાર કરી છે. આ ઘટનામાં દારૂના નશામાં મારઝૂડ કરતા પતિને ટેમ્પો…

હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં પત્નિ અને તેના ભાઈ ક્રૂરતાની હદ પાર કરી છે. આ ઘટનામાં દારૂના નશામાં મારઝૂડ કરતા પતિને ટેમ્પો સાથે બાંધી પત્ની અને તેના ભાઈએ 2 હજાર ફૂટ સુધી ઢસડ્યો હતો. દારૂ પીને ત્રાસ આપતા પતિને પત્નીએ પાઠ ભણાવ્યો હતો. પરંતુ તેમાં પત્નીએ ક્રુરતાની હદ પાર કરી દીધી હતી. કંટાળી ગયેલી પત્નીએ ભાઈ સાથે મળીને પતિને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

મૂળ મહારાષ્ટ્રના બાલાકૃષ્ણ રમેશભાઈ રાઠોડ નામના વ્યક્તિ સુરતની એક મિલમાં કામ કરે છે. બાલાકૃષ્ણ રાઠોડ દારૂના નશામાં પત્ની શીતલ સાથે વારંવાર ઝઘડો કરતો હતો. શુક્રવારે પણ બાલકૃષ્ણએ પત્ની અને સાસુ સાથે ઝગડો કર્યો હતો.

જેથી પત્ની શીતલે તેના ભાઈ અનિલને બોલાવ્યો હતો. અને અનિલ તેમજ શીતલે બાલકૃષ્ણને માર માર્યો હતો. આ ઉપરાંત બાલકૃષ્ણને ટેમ્પો પાછળ દોરડાથી બાંધી 2  હજાર ફૂટ સુધી રોડ ઉપર ઢસેડ્યો હતો. દારૂના નશામાં હેરાન કરતા પતિને પત્નીએ ભાઈ સાથે મળી ટેમ્પોની પાછળ બાંધીને 2 હજાર ફૂટ સુધી ઘસડ્યો હતો.

આ જોઈને સ્થાનિકો રોડ પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા શીતલ અને અનિલને અટકાવી બાલકૃષ્ણને છોડાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સારવાર માટે બાલાકૃષ્ણને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે પોલીસ દ્વારા પત્ની શીતલ અને તેના ભાઈ અનિલની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *