સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા દંપતીએ તેના મિત્ર પાસે થી રૂપિયા ઉછીના માંગ્યા હતાં.અને તેના મિત્રએ રૂપીયા ઉછીના નહિ આપતા તે દંપતીએ પોતાના મિત્રની સોસાયટીમાં જઇ ને જાહેરમાં અર્ધનગ્ન થઇ ને મોટો તમાશો કર્યો હતો. સોસાયટીના લોકોને આવું ખરાબ વર્તન કરતાં તે મહિલા-પુરુષને સોસાયટીની બહાર કાઢી મુક્યા હતાં. જે અંગે તેના મિત્ર એ કતારગામ પોલીસટેશન માં અરજી નોંધાવી છે. જેથી પોલીસે બનેની અટકાયત કરી હતી.સુરતમાં મિત્રએ ઉછીના રૂપિયા ન આપતા પતિ પત્નીએ એવી હરકત કરી જેને સાંભળીને તમે પણ ચકિત થઈ જશો.
સુરત માં કતારગામમાં વિસ્તાર ના લલિતા ચોકડી પાસે આવેલી નીલકંઠ સ્રોસાયટી વિભાગ-રમાં રહેતા કલ્યાણીબેન જયસુખભાઇ ચાવડા મૂળ અમરેલી ના ખાંભાના વતની છે. અને તેમના પતિ બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરનો બિઝનેસ કરતા હતા. જોકે તેના પતી છેલ્લા ૩ વર્ષથી લકવાની બીમારીને કારણે તેઓ પથારીવશ છે.
વધુ માહિતી દરમિયાન બાંધકામ માં તેઓ કોન્ટ્રાક્ટર હતા ત્યારે અમિત મોરી સાથે તેમની સારી એવી મિત્રતા હતી. જે ઘણીવાર તેમાં ઘરે આવારનવાર આવતો પણ હતો. આ દરમિયાન ગઈ તારીખ 6ના રોજ સાંજના સમયે જયસુખ ચાવડા દીકરો દર્શન બાપા સીતારામ ચોક પાસેથી આવતો હતો ત્યારે અમિત મોરી તેઓને રસ્તામાં મળ્યો હતો.
જયસુખ ચાવડા એ પોતાના મિત્ર પાસેથી 2 લાખ રૂપિયા ઉછીના માંગ્યા હતા. તેમજ રૂપિયા નહી આપે તો ઘરે ખાવી ધમાલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ તા, 9મીએ સવારે મહિલાના પતિએ તેમના દીકરા સાથે કામાર્થે અમદાવાદ ગયા હતા. દરમિયાન સાંજના સુમારે અમિત મોરીએ તેમની સોસાયટીમાં આવી બૂમાબૂમ મચાવી દીધી હતી.