જુઓ કેવી રીતે સુરતમાં 11 દિવસની કોરોનાગ્રસ્ત બાળકી વેન્ટીલેટર પર જીવન અને મોત વચ્ચે કરી રહી છે સંઘર્ષ?

કાળમુખા કોરોનાએ ગુજરાતના કેટલાય શહેરોને પોતાના ભરડામાં લીધા છે, ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં આજે બેડ માટે દર્દીઓ તરસી રહ્યા છે. આજે મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી ગયો છે. કોઈના પિતા તો કોઈના માતા આજે એક એક શ્વાસ માટે લડી રહ્યા છે. આ દરમિયાન સુરતમાં 11 દિવસનું બાળક કોરોના સંક્રમિત થયાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ ડાયમંડ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર તેની સારવાર ચાલે છે. બાળકની વેન્ટીલેટર હેઠળ ચાલતી સારવારમાં રેમેડીસીવર ઇન્જેક્શન આપવામાં આવ્યુ છે. જાણવા મળ્યું છે કે, નવજાત બાળકને માતા દ્વારા કોરોના સંક્રમણ લાગ્યુ હતું. બાદમાં બાળકની તબીયત અચાનક બગડી જતા તેનો રીપોર્ટ કરવામાં આવ્યો હતો. તેનો એક્સ-રે રિપોર્ટમાં કોરોના દેખાતા તબીબો પણ ચોંકી ગયા હતાં.

વરાછામાં ચીકુવાડીમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં 1 એપ્રિલના રોજ એક બાળકીનો જન્મ થયો હતો. તેની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. માતા બાળકીને નિયમિત સ્તનપાન કરાવતી હતી. બાદમાં માતામાં અચાનક શરદી અને ખાંસી જેવા લક્ષણો જોવા મળ્યા. તેથી, તબીબોએ માતાનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. તેનો પહેલો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

તેથી માતાએ શરદી-ખાસીને ગંભીરતાથી લીધી ન હતી. માતાની તબીયત વધુ લથડતા બીજો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. બીજા ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. માતા કોરોના સંક્રમિત હોવાથી ડોકટરો ચોંકી ગયા હતાં. બાદમાં 11 દિવસના બાળકની તબીયત પણ અચાનક બગડી હતી. તેથી, તબીબોએ બાળકનો એક્સ-રે રિપોર્ટ કરાવ્યો હતો.

રીપોર્ટમાં કોરોના સંક્રમણનો ચેપ લાગ્યો હોવાનું નિદાન થયુ હતું. 11 દિવસના બાળકને કોરોના સંક્રમણનુ નિદાન થતા તબીબોની ટીમ ચોંકી ગઇ હતી. તેમણે તાત્કાલિક બાળકની સારવાર શરૂ કરી હતી. સમગ્ર કેસમાં ડો. અલ્પેશ સિંઘવી જણાવ્યું કે, માતા કોરોના સંક્રમિત હોવાથી બાળકને તેનો ચેપ લાગ્યો હોવાની સંભાવના છે. આ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કોરોનાનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ. તેમણે બીન-જરૂરી ઘરની બાહર નીકળવુ જોઇએ નહી. માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જોઇએ. સામાન્ય શરદી-ખાસીમાં પણ ડોક્ટરને બતાવવું જોઇએ.

માતાની નાની બેદરકારી બાળક માટે ખૂબ મોટું જોખમ ઊભું કરી શકે છે. હાલ બાળક માત્ર 11 દિવસનું છે. તેને વેન્ટીલેટર હેઠળ રાખવામાં આવ્યુ છે. તેને રેમડેસિવિર અને આઇ.વી.જી.આઇ ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. અમારી હોસ્પિટલમાં બાળકને જરૂરી તમામ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટરોની ટીમ બાળકનુ સ્વાસ્થ ઝડપથી સારૂં થાય તે માટે સતત પ્રયત્ન કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *