હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાઈ રહી છે.ત્યારે સુરતમાં કોરોનાના દર્દી સતત વધતાં જાય છે, ત્યારે સુરત શહેરમાં વધુ કુલ 298 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ તંત્રની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં કુલ 255 જયારે ગ્રામીણ વિસ્તારમાં કુલ 73 દર્દીની સાથે કુલ દર્દીની સંખ્યા 10,872 પર પહોંચી ગઈ છે, જયારે આજે કુલ 21 લોકોના કોરોનાથી મોત સાથે મરણનો આંક કુલ 483 પર પહોંચ્યો છે, એવામાં આજે કુલ 141 દર્દીઓ કોરોનાને માત આપીને પોતાના ઘરે પાછાં ફર્યા છે.
સુરતમાં કોરોનાનો કહેરનું રૌદ્ર સ્વરૂપ દેખાતા જ લોકોમાં હોબાળો જોવા મળી રહ્યો છે. કોરોનાથી સુરતમાં આજ સુધીમાં કુલ 393 લોકોના મોત નિપજ્યા છે. શરૂઆતના 100 દિવસમાં કુલ 182 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે છેલ્લા 19 દિવસમાં કુલ 211 લોકોના મોત નિપજ્યા છે. શહેરમાં હાલમાં કોરોનાએ ભયાનક મોતનું તાંડવ રચ્યું છે.
સુરતમાં દરરોજ આંકડા ચોંકાવનારા સામે આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં કોરોનાથી ભયંકર મોતના તાંડવ જોવા મળે એવી સ્થિતિનો ચિતાર મળી રહ્યો છે. આવનારા દિવસોમાં પણ સુરતની સ્થિતિ વધુ બગડશે તે દિશામાં હાલ ઈશારો થઈ રહ્યો છે.
તો, બીજી બાજુ કોરોનાની સીધી અસર આવનારા તહેવારો ઉપર પણ દેખાશે અને હાલમાં પણ દેખાઈ રહી છે. સુરતમાં શહેર અને ગ્રામ્યમાં કોરોનાથી 40થી નીચેની વયનાં હોય તેવા કુલ 9 લોકોના મોત થયા છે. જ્યારે 41થી 50ની ઉંમરમાં કુલ 34 લોકો, 51-60માં કુલ 75 લોકોના મોત, 61-70માં કુલ 46 મોત, 71-80માં કુલ 34 લોકોના મોત અને 80થી વધુ વયની વ્યક્તિઓમાં કુલ 4 લોકોના મોત નિપજ્યા છે.
સુરતમાં કોરોનામાં જાણો કઈ તારીખે કેટલાં મોત થયાં?
1 જૂલાઇએ 9 લોકોના મોત, ૨ જુલાઇએ- ૮ લોકોના મોત, ૩ જુલાઇએ- 9 લોકોના મોત, ૪ જુલાઇએ- 9 લોકોના મોત, 5 જુલાઈએ- 9 લોકોના મોત, 6 જુલાઈએ- 8 લોકોના મોત, 7 જુલાઈએ-9 લોકોના મોત, 8 જુલાઈએ- 8 લોકોના મોત, 9 જુલાઈએ-13 લોકોના મોત, 10 જુલાઈએ- 11 લોકોના મોત, 11 જુલાઈએ- 14 લોકોના મોત, 12 જુલાઈએ-13 લોકોના મોત, 13 જુલાઈએ -15 લોકોના મોત, 14 જુલાઈએ-12 લોકોના મોત, 15 જુલાઈએ-10 લોકોના મોત, 16 જુલાઈએ- 11 લોકોના મોત, 17 જુલાઈએ- 12 લોકોના મોત, 18 જુલાઈએ- 13 લોકોના મોત, 19 જુલાઈએ- 12 લોકોના મોત, 20 જુલાઈએ- 10 લોકોના મોત અને 21 જુલાઈએ- 14 લોકોના મોત લોકોના મોત નિપજ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news