Surat Stunt: રિલ્સ બનાવી પોતાનો અને બીજા લોકોનો જીવ જોખમે મૂકનાર લોકો હજુ પણ સુધરી રહ્યા નથી. સુરત શહેરમાં એક બાદ એક સ્ટંટ(Surat Stunt) કરતા વિડીયો વાયરલ થયા છે. સુરત પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે, પરંતુ રિલ્સબાજ માનવા તૈયાર નથી એવું લાગી રહ્યું છે.ત્યારે રેલવે સ્ટેશનમાં કેટલાક ઈસમો સ્ટંટ કરી રહ્યા હોઈ તેવો એક વિડીયો વાઇરલ થયો છે.જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ચાર યુવકો રેલવે લાઈન પર જોખમી સ્ટંટ કરી રહ્યા છે.પરંતુ રેલવે વિભાગ દ્વારા આ ઈસમો વિરુદ્દ કોઈ નકર કાર્યવાહી કરવામાં આવી નથી.ત્યારે આ વિડીયો જોઈ મનમાં આવા સવાલ ઉભા થાય છે કે જો આ સમયે કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ?
ઉધના રેલવે સ્ટેશન હોવાનું અનુમાન
તાજેતરમાં વાઇરલ થયેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જાણે કે જીવની કાંઈ જ પડી ન હોઈ તેવી રીતે કેટલાક ઈસમો રેલવેના પાટા પર વાંદરાની માફક ગુલાટીઓ મારી રહ્યા છે. જેમાં રેલવે તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.તેમજ આ વિડીયો ઉધના વિસ્તારનો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.હવે આ વાઇરલ વિડીયો બાદ જોવાનું એ રહ્યું કે આ ઈસમો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?
વિડીયો થયો વાઇરલ
વીડિયોમાં દેખાઈ રહ્યું છે તેમ એક ઈસમ રેલવેની પાળી કૂદીને પાટા તરફ કૂદકો મારીને આવે છે.તો બીજા ઈસમો જાણે કે પોતે કોઈ સ્ટંટબાજ ફિલ્મમાં કામ કરતા હોઈ અથવા કોઈ હીરો હોઈ તેમ એક્શન કરી વિડ્યો બનાવી રહ્યા છે.પરંતુ જો આ સમયે અચાનક ટ્રેન આવે તો આવા લબરમુછીયાની હાલત કેવી થાય તે વિચારીને પણ કંપી જવાય છે.
હેલ્પલાઇન નં. 74340 95555
સુરતના નાગરિકોને અપીલ કરાઈ છે કે, આવા કોઈપણ તત્વો સ્ટંટ કરતા જોવા મળે તો તેમનો વીડિયો ઉતારી આ નંબર પર મોકલવામાં આવે. જેથી પોલીસ આવા અસાજિક તત્વો સામે તાત્કાલીક કાર્યવાહી કરી શકે. જો તમે પણ સુરતમાં રહેતા હોય તો આ 74340 95555 નામનો હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો.
વીડિયો ઉતારી પોલીસને મોકલો
જ્યાં પણ અસામાજિક તત્વોની ગુંડાગીરી કે, નબીરાઓની સ્ટંટબાજી દેખાય ત્યાં વીડિયો ઉતારી આ નંબર પર મોકલી દેજો. જેથી કરીને આવા તત્વો પર અંકુશ મેળવી શકાય. આશા રાખીએ કે, સુરત પોલીસની આ પહેલમાં સુરતીઓ પણ જોડાશે અને સ્ટંટબાજોને અટકાવવામાં પોલીસની મદદ કરશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube