સુરતની અજીબો ગરીબ ઘટના: ફેફસામાં ફસાયેલો સિંગનો દાણો કાઢવાનું ઓપરેશન બોગસ નીકળ્યું, આ રીતે ફૂટ્યો ભાંડો

હાલમાં બે વર્ષના બાળકના ફેફસામાં સિંગદાણો ફસાઈ જવાના ઓપરેશનમાં ડોક્ટરોએ ગંભીર બેદરકારી દાખવી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી છે. સર્જરી પછી પણ સિંગદાણો નહિ નીકળતા બાળકની જિંદગી જોખમમાં મુકાઈ ગઈ હતી. બાળકની તબિયત લથડતા પરિવારજનોએ કંટાળીને અમદાવાદની હોસ્પિટલમાં બાળકની ટ્રિટમેન્ટ કરાવતા સુરતના ડોક્ટરોએ સર્જરીમાં શામેલ કરી લાપરવાહીની પોલ ખોલી હતી.

મળતી માહિતી મુજબ કાપોદ્રામાં કિરણચોક ખાતે સત્યમ રેસિડન્સીમાં રહેતા રવિભાઈ બાબુભાઈ સતાસીયા સાડીના કારખાનામાં નોકરી કરે છે. તેમના બે વર્ષના પુત્ર નક્ષને ગયા ઓક્ટોબર માસમાં પેટમાં દુ:ખાવો ઉપડ્યો હતો. રવિભાઈ નક્ષને વરાછા હીરાબાગમાં બાળકોની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડો.વસંતે સીટી સ્કેન કરી બાળકના ફેફસામાં સિંગદાણા જેવી વસ્તુ ફસાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. બાળક રમતાં રમતાં સિંગદાણો ગળી ગયો હતો. ડો.વસંતના કહેવાથી તા.29-10-20ના રોજ ડો.નિલેશ પાસે ગયા હતા. ત્યાં મજુરા ગેટે આવેલ ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલમાં તા.30.10.20ના રોજ નક્ષનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ચાર દિવસ બાદ નક્ષને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો હતો.

ઓપરેશનના રૂપિયા 70 હજાર ચૂકવ્યા હતા. જોકે, નક્ષની તબિયતમાં કોઈ સુધારો જાણવા મળ્યો નહતો. તબિયત બગડતા રવિભાઈ તેના દીકરાને લઈ ડો.વસંત પાસે જતાં તેમણે સીટી સ્ક્રેન કરતા ફેફસામાંથી સિંગદાણો ન નીકળતા ફરીથી ઓપરેશન કરવાની વાત કરી હતી. તેમણે બીજી જગ્યાએ ઓપરેશન કરાવવાનું કહેતા ગભરાઈ ગયેલા રવિભાઈએ સંબંધીઓની સલાહ લીધી અને તા.05-01-2021ના રોજ અમદાવાદની એપલ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે ગયા હતા. ત્યાં ડો.કૃણાલ શેઠે ચેકઅપ કરતા બાળકના ફેફસામાં સિંગદાણો ફસાયેલાનું અને સિંગદાણા લાંબો સમય ફસાઈ રહેતા ફેફસામાં ઈન્ફેક્શન થયાનું કહ્યું હતું.

જેથી તાત્કાલિક ઓપરેશન કરી ડો.કૃણાલ શેઠે બાળકના ફેફસામાંથી સિંગદાણો કાઢી પરિવારજનોને બતાવ્યો હતો. આમ સુરતના ડોક્ટરોએ સર્જરીમાં બેદરકારી દાખવવા બદલ માસૂમ બાળકની જિંદગી જોખમમાં મુકાઈ જવા સાથે પરિવારને વધારાનો આર્થિક ખર્ચ પણ ભોગવવા પડ્યો હતો. હાલ નક્ષની તબિયત સુધરી છે.

આ ઉપરાંત રવિભાઈએ ડો.નિલેશ પાસે સર્જરીની વીડિયા સીડી માંગી તો તે આપવામાં આનાકાની કરવામાં આવી હતી. મજૂરાગેટની ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલના સ્ટાફે પણ સિસ્ટમમાં વીડિયો રેકોર્ડિંગ થતું નથી એમ કહી હાથ ઉંચા કરી દીધા હતા. આખરે હોસ્પિટલના રિપોર્ટ સહિતના પુરાવા સાથે રવિભાઈએ ન્યાય માટે પોલીસનો આશરો લીધો હતો. તેમના દ્વારા ડો.વસંત, ડો.નિલેશ અને ખાનગી હોસ્પિટલના ડો.હિમાશું સામે બેદરકારીના આક્ષેપો કરી કાપોદ્રા પોલીસમાં અરજી આપવામાં આવી હતી. સર્જરી મજૂરાગેટની ખાનગી હોસ્પિટલમાં થઈ હતી અને અરજી કપોદ્રાથી ખટોદરા પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *