સુરત: ભાજપ ધારસભ્યની હાજરીમાં રાહત કીટ વિતરણ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા – જુઓ વિડીયો

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે સરકાર દ્વારા ફરજીયાત માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવું જેવા ઘણા બધા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. તેમ છતાં અવાર-નવાર આ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળતા રહે છે. મોટા ભાગે આવી ઘટનાઓમાં ધરાસભ્યો જ ભૂલ કરતા હોય છે. ત્યારે આજે ફરી એક વખત સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં રાહત કીટ વિતરણ કાર્યક્રમ દરમ્યાન લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. જેનો વિડીયો હાલમાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, કીટ વિતરણના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. અહી આશ્ચર્યજનક બાબત એ છે કે, ભાજપના ધારાસભ્ય  સંગીતા પાટીલની ઉપસ્થિતિમાં મહિલાઓને રાહત કીટનું વિતરણ થતુ હતું. અને આ દરમ્યાન મોટી સંખ્યાં મહિલાઓ ઉમટી પડી હતી.

માત્ર એટલુ જ નહી મહિલાઓ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલી ગઈ હતી. શહેર પોલીસ કમિશનરના જાહેરનામા અને પાલિકાના નિયમોને નેવે મુકાયા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડીયો અંગે ધારાસભ્યનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. છતાં ધારાસભ્ય તરફથી કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *