SURAT Live accident caught in CCTV: આકસ્મિક ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વધુ એક આકસ્મિક ઘટના ગુજરાત (Gujarat)રાજ્યના સુરત શહેર માંથી સામે આવી છે. સુરતના (Surat) કામરેજ વિસ્તારમાં આવેલા વેલંજા (Velanja) માં એક કારચાલકની બેદરકારીના કારણે એક માસૂમનો ભોગ લેવાયો ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
આ સમગ્ર ઘટના અંગે મળેલી માહિતી અનુસાર સાવરના સમયે બાળકી પાર્કિંગ પાસે રમી રહ્યી હતી. ત્યારે બેદરકારીપૂર્વક કાર ચલાવનાર એક કારચાલકે માસૂમ બાળકને કચડી નાખ્યું હતું. આ અક્શ્માંતની ઘટનામાં બાળકીને ગંભીર રીતે ઈજાઓ થઇ હતી, ત્યારબાદ તાત્કાલિક બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.
આ અકસ્માતની ઘટના સર્જાયા બાદ દીકરી ગુમાવનાર પિડિત પરિવારે પોલીસ ફરિયાદ ન કરી હોવાનું સામે આવ્યું છે. મળેલી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના એપાર્ટમેન્ટમાં નજીકમાં લાગેલા CCTV કેમેરા કેદ થઈ હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખુબજ વાયરલ થઇ રહ્યો છે. હાલ કામરેજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર બનાવની મળેલી વિગતો મુજબ આજરોજ સવારના સમયે કામરેજ વિસ્તારના વેલંજાના એપાર્ટમેન્ટના પાર્કિગમાં આ સમગ્ર ઘટના સર્જાય હતી. એક માસૂમ બાળકી એપાર્ટમેન્ટના પાર્કિગ પાસે રમી રહી હતી, ત્યારે એક કાર ચાલેક સ્પીડમાં કાર ચલાવી પાર્કિંગમાં આવી રહ્યો હતો. તે દરમિયાન પાર્કિંગમાં રમી રહેલી બાળકી પર કારનું ટાયર ફરી વળ્યું હતું. ત્યારબાદ તરતજ બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા રડવાનો આવાજ આવતા બાળકીના પરિવારજનો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube