સુરતના ઈસ્કોન મોલમાં સ્પાની આડમાં ધમધમી રહેલ કુટણખાનાનો થયો પર્દાફાશ- વિદેશી યુવતીઓ એવી હાલતમાં…

સુરત(Surat): શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલ ઇસ્કોન મોલ(ISKCON Mall)માં સ્પાની આડમાં ધમધમી રહેલા કુટણખાના(Brothel) પર સુરત પોલીસ મિસિંગ સેલની રેડ પડતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. પોલીસે 5 યુવતીઓ અને 2 ગ્રાહક સહિત એક સંચાલક અને એક માલિકની ધરપડક કરી હતી અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણો કેવી રીતે થયો કુટણખાનાનો પર્દાફાશ: પોલીસે જણાવતા કહ્યું હતું કે, કુટણખાનામાં રેડ બાતમીના આધારે પાડવામાં આવી હતી. બ્રાન્ડેડ શો રૂમવાળા મોલમાં સ્પાની આડમાં કુટણખાનું ધમધમી રહ્યું હોવાનું અને ગ્રાહકો પાસે પૈસા ખંખેરાય રહ્યા હોવાની જાણકરી મળતા આયોજન કરી તમામને રંગેહાથે પકડી પાડવા માટે સુરત પોલીસ દ્વારા ગુપ્ત રેડ કરવામાં આવી હતી.

​​​​​​સંચાલક અને શોપ માલિકની પોલીસ દ્વારા કરવામાં આવી તપાસ: મિસિંગ સેલના PI જી.એ.પટેલની બાતમીના આધારે કરાયેલી રેડમાં 5 યુવતીઓ ઝડપાઈ ગઈ હતી. પોલીસ દ્વારા હાલ સંચાલક અને શોપ માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. યુવતીઓ ક્યાં દેશ કે રાજ્યની છે એની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે, કેટલા સમયથી આ ધંધા સાથે સંકળાયેલી છે, ક્યાં થી આવી છે. કોના દ્વારા સુરતમાં લાવવામાં આવી છે એ તમામ બાબત એક તપાસનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *