JEE Mains Result: એક પણ એવી ફિલ્ડ નથી કે જેમાં સુરતીલાલાઓનો(JEE Mains Result) ડંકો ન વાગતો હોય. આવી જ પરંપરા જાળવી રાખી છે સુરતના એક રત્ન કલાકારના દીકરાએ,નાના વરાછામાં આવેલી કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરતાં રત્નકલાકાર રોહિતભાઈ ભુવાના પુત્ર પ્રશિલકુમારએ 99.91 પીઆર મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. જેથી શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી શુભકામના પાઠવી હતી.
થોડા દિવસો અગાઉ JEE મેઈન્સની પરીક્ષા યોજાઈ હતી. JEE મેઈન્સમાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા હતા.જેમાંથી નાના વરાછામાં આવેલી કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરતાં રત્નકલાકાર રોહિતભાઈ ભુવાના પુત્ર પ્રશિલકુમારએ 99.91 પીઆર મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે.
માતાપિતા અને શાળાનું ગૌરવ વધાર્યું
આ અંગે પ્રશિલકુમાર ભુવાએ કહ્યું કે, પિતા માત્ર 10માં ધોરણમાં નાપાસ થતાં ત્યાં સુધી જ ભણી શક્યા હતાં. જ્યારે માતા ઈન્દુબેન 12 સુધી ભણ્યા છે. બહેન કોલેજ કરે છે. જો કે, કૌશલ વિદ્યાભવનમાં ખૂબ સારી રીતે તૈયારી કરવાવામાં આવે છે. કોઈ જ ટ્યુશનની જરૂર પડતી નથી. શાળાના શિક્ષકો દ્વારા પૂરતી મહેનત કરાવવાની સાથે સાથે ડાઉટ સોલ્વ કરાવવામાં આવે છે. 10માં ધોરણ બાદથી તૈયારીઓ થતી હોવાથી એક્સ્ટ્રા કોઈ તૈયારીની જરૂર રહેતી નથી. હવે મારે ગણિતની થોડી વધારે તૈયારી કરીને આગામી સમયમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે.
મારું એટલું સારુ પરિણામ આવશે મેં કદી વિચાર્યું નહીં હતુંઃ
JEE મેઈન્સ 2024માં સુરતના ટોપરએ જણાવ્યું હતું કે, પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનના કારણે ઉપરાંત સતત પ્રેક્ટિસ કરવાના કારણે આજે હું સુરતમાં સારા ક્રમ મેળવ્યો છે. મારું એટલું સારું પરિણામ આવશે મેં ક્યારેય વિચાર્યું નહતું. મને આગળ હવે JEE એડવાન્સની પરીક્ષામાં ટોપમાં રેન્ક લાવું એની માટે હું મેહનત કરીશ. આગળ જઈને મને કોમ્પ્યુટર સાયન્સમાં મુંબઈ ખાતે અભ્યાસ કરવો છે.
સફળતા માટે શાળા દ્વારા પૂર્વ આયોજન કરવામાં આવે છે
કૌશલ વિદ્યાભવનના આચાર્ય હરેશભાઈ પાંડવે કહ્યું કે, શાળાના 10 વિદ્યાર્થીઓને 99 પ્લસ પીઆર રેન્ક મળ્યાં છે. જ્યારે 18 વિદ્યાર્થીઓને 98 પ્લસ અને 36 વિદ્યાર્થીઓને 95 પ્લસ તથા 45 વિદ્યાર્થીઓને 90 પ્લસના રેન્ક મળ્યા છે. આ તમામ સફળતા માટે શાળા દ્વારા પૂર્વ આયોજન કરવામાં આવે છે. સિલેબસ પૂર્ણ કરાવવાની સાથે સાથે વારંવાર પ્રેક્ટિસ અને પરિક્ષાની પૂર્વ તૈયારીઓ સાથે 11માં ધોરણથી જ એડવાન્સની તૈયારી કરાવવામાં આવતી હોવાથી આ સફળતા વિદ્યાર્થીઓ મેળવી રહ્યાં છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube