ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકાનાં કતારગામ વિસ્તારમાં બેલદારોના પ્રશ્ને આરોગ્ય અધિકારી પર શાહી ફેંકવામાં આવી છે. બપોરે આરોગ્ય અધિકારી ડો. શ્રોફની સાથે યુનિયનના કુલ 5 લોકો વાતચીત માટે આવે છે. જેમાં વાતચીત વખતે બોલાચાલી થતાં ઉધ્ધતવર્તન થાય છે.
યુનિયનના એક વ્યક્તિએ ડો. શ્રોફને ભ્રષ્ટાચારી ગણાવી એમના પર શાહી ફેંકવામાં આવે છે. કાળુ મોઢુ કરવાની ઢમકી આપીને યુનિયનના લોકો ઓફિસમાં જ નારેબાજી કરે છે. જેને કારણે બીજા અધિકારીઓ વચ્ચે પડીને યુનિયનના માણસોને ઓફિસની બહાર મોકલે છે. શાહી ફેંકાયા પછી પોલીસ બોલાવવાની પણ અધિકારીઓ દ્વારા તૈયારી કરવામાં આવી હોવાથી યુનિયનના લોકો જતા રહે છે.
હાજરી કૌભાંડના આરોપ લગાવવામાં આવ્યા :
યુનિયનના માણસોએ પાલિકાના કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. શ્રોફ પર શાહી ફેંકતા પહેલાં યુનિયનના અધિકારીઓ ઉગ્ર રીતે ચર્ચા કરતાં હોય છે ત્યારે બીજા અધિકારીઓ એમને શાંત કરવા સૂચન આપે છે. જો કે, તે દરમિયાન અમુક વ્યક્તિ કહે છે કે, શાંતિથી કેટલાંક સમયથી રજૂઆત કરતાં પણ કોઈ સાંભળતું નથી.
અધિકારીઓની સુરક્ષાને લઈ ઉઠ્યાં પ્રશ્નો :
કતારગામ ઝોનમાં નાયબ આરોગ્ય અધિકારી ડો. શ્રોફ પર શાહી ફેંકવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. પાલિકાના એક અધિકારીએ જણાવ્યું કે, વાતચીતથી મુદ્દાનો અંત આવી જાય. આ રીતે અધિકારીઓ પર શાહી ફેંકવાની વાત દુર્ભાગ્યપૂર્ણ છે. આની સાથે જ અધિકારીઓ પર આ રીતે ફેંકાયેલ શાહીથી અધિકારીઓની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે.
સંગઠન દ્વારા ઉચ્ચારવામાં આવી આંદોલનની ચીમકી :
અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠનના અધ્યક્ષ કિરીટ વાલેઘાએ આરોપની સાથે કહ્યું હતું કે, ડો.શ્રોફ કતારગામ વોર્ડ ઓફિસમાં કુલ 4 બેલદારોને સાથે રાખી ભ્રષ્ટચાર કરી રહ્યાં છે. વોર્ડ ઓફિસમાં દારૂની પાર્ટીઓ કરવામાં આવે છે.
સફાઈ કામદારોના નામે રૂપિયા લઈ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. બધાં જ અધિકારીઓ સફાઈ કામદારોને પોતાના હાથની કઠપૂતળી માનતા હોય તો ભૂલી જજો. અમે મેદાને પડ્યા છીએ. સફાઈ કામદારોની પાસેથી અધિકારીઓ દર મહિને સેક્શનના નામે બીભત્સ માંગણી કરે છે. આ પ્રવૃત્તિઓ અટકાવવામાં ન આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle