સુરત ના ઈતિહાસમાં કાળો દિવસ કહી શકાય તેવી શુક્રવાર ને તક્ષશિલા આર્કેડ ની આગજનીમાં 20 થી વધુ બાળકો હોમાઈ ગયા ત્યારબાદ ગુજરાતભરમાં આ બાળકો અને વિદ્યાર્થીઓ માટે શ્રદ્ધાંજલિ ના સંદેશાઓ લોકો આપી રહ્યા છે. પરંતુ એક વિદ્યાર્થીની એવી પણ છે કે જેના પિતાએ તેને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે જેનાથી ક્રિષ્ના ભીક્ડીયા કાયમ માટે સુરતવાસીઓ ના દિલ માં જગ્યા મેળવશે અને ફરી વખત આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવા માટે સજાગ રહેશે.
સુરત ખાતે સરથાણા જકાતનાકા ની આગની ઘટનામાં ક્રિષ્ના ભીકડીયા નામક યુવતી પણ કમનસીબ મૃતકોની યાદીમાં સામેલ છે. ક્રિષ્ના ભિકડીયા એ આગ લાગ્યા બાદ પિતાને ફોન કર્યો હતો કે પપ્પા બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે જઈ રહ્યા છે હું પણ બારીમાંથી કૂદવા જાવ છું. જીવ બચાવવાની કોશિશ કરીશ. પરંતુ ક્રિષ્ના પોતાનો જીવ બચાવી શકી ન હતી અને હંમેશા માટે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી. પરંતુ તેના પિતાએ ક્રિષ્ના ને સાચી શ્રદ્ધાંજલિ આપવા અને સુરતવાસીઓને સજાગ રહી શકાય તે માટે સ્મૃતિ રહે તેઓ પ્રયાસ કર્યો છે.
ક્રિષ્ના ના પિતા સુરેશભાઈ ભીક્ડીયા એ ઘર આંગણે આવતી ચકલી માટે એક એક્રેલિક માળો બનાવ્યો, જે સુરતવાસીઓને વિનામૂલ્યે વિતરણ કરશે. જેના કારણે ક્રિષ્ના હર હંમેશ તેઓની સામે રહે અને આવી ઘટના બીજીવાર ન બને તે માટે જાગૃતિ ફેલાય.
સંદેશ: ક્રિષ્ના ભીકડિયા ને યાદ કરીને આપણે પણ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે અવશ્ય જાગૃતિ ફેલાવી એ અને આ બાળકોને દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવવો પડયો તે પાછળ જેટલા પણ લોકો નો હાથ હોય તેમને યોગ્ય સજા થાય તે માટે સજાગ રહીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.