સુરત(Surat): શહેરમાં વકીલ મેહુલ બોઘરા(ADV MEHUL BOGHARA) પર હુમલા મામલાને લઈને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. વકીલ સામે કરવામાં આવેલ એટ્રોસિટી(Atrocity)ની ફરિયાદ સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. મેહુલ બોઘરા દ્વારા જાતે જ કવોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી છે.
મેહુલ બોઘરાને ન્યાય અપાવવા હાઇકોર્ટ બાર એસોસિએશનની પણ મદદ લેવામાં આવશે:
અમે તમને જણાવી દઇએ કે, સુરત બાર એસોસિએશન મેહુલ બોઘરાના સમર્થનમાં છે. આવતી કાલે સુરતના તમામ વકીલો દ્વારા મેહુલ બોઘરાના સમર્થનમાં રેલી કાઢવામાં આવશે. બપોરના અઢી વાગ્યે કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવશે. મેહુલ બોઘરાને ન્યાય અપાવવા માટે હાઇકોર્ટ બાર એસોસિએશનની પણ મદદ લેવામાં આવશે.
ગઇકાલે પ્રશાસન દ્વારા 9 TRB જવાનોને છુટ્ટા કરી દેવામાં આવ્યા છે:
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના વકીલ મેહુલ બોઘરા પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ગઇકાલે આ ઘટના દરમિયાન ફરજમાં બેદરકારી દાખવનારા TRB જવાન સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા 9 TRB જવાનોને છુટ્ટા કરી દેવામાં આવ્યા છે. ટ્રાફિકમાં ઉઘરાણાની બુમ વચ્ચે 9 TRB જવાનની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. ચાલુ ફરજે ફોનનો ઉપયોગ કરવો તેમજ પોઇન્ટ પર ગેરહાજરીને લઈને તંત્ર દ્વારા આ કડક પગલાં લેવામાં આવ્યા છે.
જાણો શું હતી સમગ્ર ઘટના?
એડવોકેટ મેહુલ બોઘરાને બાતમી મળી હતી કે, આ જગ્યા પર પોલીસના મળતિયાઓ દ્વારા વાહન ચાલકો પાસેથી કટકી, તોડ-પાણી કરવામાં આવી રહ્યું છે. જેને કારણે મેહુલ બોઘરા સ્થળે પહોંચી ગયા હતા અને એક રીક્ષાની નજીક જઈ રહ્યા હતા ત્યારે તેના પર એક શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર આક્ષેપો કરતા એડવોકેટ મેહુલ બોઘરા કહ્યું છે કે, પોલીસના મળતિયાઓ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે. અમે તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ અનેક વાર મેહુલ બોઘરાને ધમકીઓ આપવામાં આવી હતી.
વધુમાં એડવોકેટ મેહુલ બોઘરાએ જણાવતા કહ્યું છે કે, મારા ઉપર પોલીસના મળતિયાઓ એટલે કે, કટકી, તોડ-પાણી કરી રહેલા વ્યક્તિ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે. મારા પર 10 થી 12 વખત દંડા વડે માથાના ભાગે હુમલો કરવામાં આવ્યો છે. વધુમાં કહ્યું છે કે, હપ્તો ઉઘરાવી રહેલા પોલીસના મળતીયાઓને ત્યાં રેડ પાડવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.
વધુમાં મેહુલ બોઘરાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, મને લુખ્ખાઓએ ધમકી આપી હતી કે, આ બધા તારા ધંધા બંધ કરી દેજે, જો હપ્તા નહિ ઉઘરાવવા દે તો તને માઈર નાખશું. તેમ છતાં પણ આજે મે રેડ પાડી અને તેમનો ધંધો બંધ થયો એટલે મારા ઉપર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.
કોણ છે મેહુલ બોઘરા, જેના નામ માત્રથી કાંપવા લાગે છે લાંચિયા અને તોડબાજોના પગ- જાણો વિગતે
જાણો કોણ છે એડવોકેટ મેહુલ બોઘરા?
એડવોકેટ મેહુલ બોઘરા, સુરતમા વસતા સૌરાષ્ટ્રના પાટીદાર છે અને સુરતમા ટ્રાફિક, પોલીસ સહિતના સરકારી વ્યવસ્થાતંત્રમા લાંચ, હપ્તા મુદ્દે સ્વમેળે ન્યુઝ ચેનલોના રિપોર્ટરની જેમ સ્ટ્રીંગ ઓપરેશન કરતા રહે છે. અવારનવાર તેઓ પોલીસના મળતિયાઓ દ્વારા કરવામાં આવતી ઉઘરાણી, કટકી, તોડ-પાણી પર રેડ પાડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.