સુરતના લિંબાયત વિસ્તારમાં માથાભારે શખ્સ દ્વારા એક યુવાનને તમાચા મારીને ઉઠક બેઠક કરાવી. સાથે સાથે પોતાનું થુંક ચટાવી ને દાદાગીરી કરી રહ્યો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં દેખાઇ રહેલો માથાભારે શખ્શ સલમાન હોવાનું જાણવા મળ્યું છે. જે કથિત રીતે પોલીસનો બાતમીદાર છું, તેમ કહીને દમ મારતો હોય છે. આ વિડીયો લિંબાયત વિસ્તારમાં ઉતારેલો છે અને સલમાન નામનો વ્યક્તિ પણ લિંબાયત વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર આ વીડિયો મા દેખાઇ રહેલો વ્યક્તિ સલમાન છે. જે એક યુવાનને બેરહેમીપૂર્વક માર તો દેખાઈ રહ્યો છે. મારનાર શખ્સ પોતાનું નામ સલમાન હોવાનું અને પોલીસને નામ શા માટે આપ્યું તેમ કહી બેરહમીપૂર્વક તમાચા માર્યા બાદ, પીડિત વ્યક્તિ પાસે માફી મંગાવી ને કાન પકડાવીને ઉઠક બેઠક કરાવતો દેખાઈ રહ્યો છે.
વીડિયોમાં દેખાનાર સલમાન નામનો વ્યક્તિ આટલેથી અટક્યો અને નજીક પડી રહેલી એક સરકારી કારના બોનેટ પર થૂંકે છે અને આ થૂંક પીડિત વ્યક્તિ પાસે ચટાવે છે. આ વીડિયો વાયરલ પણ સલમાન નામના વ્યક્તિના સાગરીતોએ જ કર્યો છે. અને વિસ્તારમાં દાદાગીરી અને ભય ઉભો કરવા માટે આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.
વીડિયોમાં દેખાતો આ વ્યક્તિ મીઠી ખાડી વિસ્તાર માં રહેતો સલમાન હોવાનું જાણવા મળ્યું છે અને ક્રાઈમ બ્રાન્ચના નામે દમ મારી રહ્યો છે. આ વાત વિડીયોમાં જે રીતે વાત થઈ રહી છે તે સાંભળીને પોલીસ વિભાગ પણ દોડતું થયું છે. ઉલ્લેખનીય છે કે લિંબાયત વિસ્તારમાં ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો આવા ગુનાઓ અને વારેવારે અંજામ આપી રહ્યા છે. અને આ વિસ્તારમાં નશાકારક વસ્તુનું વેચાણ બેરોકટોક ચાલી રહ્યા હોવાનો પણ સમયાંતરે આરોપ લાગતો રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news