Theft at Jewelers in Surat: સુરતમાં ધોળે દિવસે જવેલર્સની દુકાનને લૂંટતી બુરખા ગેંગનો પર્દાફાશ થયો છે. જવેલર્સોમાં ભય ઉભો કરનાર બુરખા ગેંગને સુરતની મહિધરપુરા પોલીસ દ્વારા દબોચી લેવામાં આવી છે. દેશના અલગ અલગ શહેરની જવેલર્સની દુકાનને નિશાનો બનાવી ચોરી કરતી ગેંગમાં ૩ મહિલા અને એક પુરુષ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે બુરખો પહેરીને જવેલર્સમાં ચોરી(Theft at Jewelers in Surat) કરનાર ગેંગના બે સભ્યોની અટકાયત કરવામાં આવી છે. આ ગેંગ બુરખો પહેર્યા બાદ નજર ચૂકવી જવેલર્સની દુકાનમાંથી ચોરી કરી ફરાર થઇ જતી હતી. જેનો એક સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે. સીસીટીવીના આધારે મહિધરપુરા પોલીસે બુરખાધારી ગેંગની ૧ મહિલા અને એક પુરુષની માલેગાંવથી અટકાયત કરી છે.
એક માહિતી અનુસાર, શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલાં એક જ્વેલર્સની દુકાનમાં બુરખો પહેરીને આવેલી ત્રણ મહિલાઓ દુકાનદારની નજર ચૂકવીને રૂપિયા 4.20 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવીની મદદથી આ ગેંગની એક મહિલા અને મુખ્ય સૂત્રધાર એવા પુરુષ આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. આ બંને આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા છે. બુરખા ગેંગ અસંખ્ય ગુનાઓને અંજામ આપી ચૂકી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, થોડા દિવસ અગાઉ સુરતના મેધારપુરા વિસ્તારમાં આવેલા ટાવર રોડ ઉપર સાઇ જ્વેલર્સ નામની દુકાનમાં 3 મહિલાઓ બુરખા પહેરી ચહેરો છુપાવી ગ્રાહક તરીકે આવી હતી અને દુકાનદારને સોના-ચાંદીના દાગીના બતાવો તેમ કહી તેની નજર ચૂકવી સોનાની ચેન નંગ 9 અંદાજિત 4.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા. દુકાન માલિકે આ મામલે સુરતના મહીધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
મહિધરપુરા પોલીસે આરોપીઓને પકડી પાડવા દુકાન સહિત રસ્તાના સીસીટીવી ચેક કરવાના શરૂ કર્યા હતા. ત્યારે ખ્યાલ આવ્યો હતો કે, આ ગેંગ એક રિક્ષામાં દુકાને આવી હતી. જેને લઇને પોલીસે સૌપ્રથમ રિક્ષા ચાલકની અટકાયત કરી તેની પૂછપરછ કરી હતી. આ રીક્ષાચાલકે કહ્યું હતું કે, આ ગેંગમાં મહિલાઓ એક ફોરવ્હિલ ગાડીમાં આવી હતી. જેનું પાર્સિંગ મહારાષ્ટ્રનું હોવાનું જણાવ્યું હતું. તેના આધારે પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર મોકલી હતી અને આ મહારાષ્ટ્રમાંથી સ્વીફ્ટ ગાડીને શોધી કાઢી હતી.
બન્ને આરોપીઓને મહારાષ્ટ્રના માલેગાંવથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની ટીમે સઈદા ઉર્ફે રહેમતુલ્લા ઉર્ફે શેરૂ અન્સારી અને રહેમતુલ્લા ઉર્ફે શેરૂ સમી ઉલ્લા અન્સારીની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ શરૂ કરતાં કરેલા ગુનાની કબુલાત કરી હતી. આ ગેંગમાં પકડાયેલી મહિલા ગેંગની સભ્ય જ્યારે પકડાયેલો પુરુષ આ મહિલાના પતિ સાથે ગેંગનો માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube