સુરત(Surat): ભગવાન સ્વામિનારાયણ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)ના કાર્યને વેગવંતુ રાખનાર પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ(Mahatswami Maharaj) અનેક લોકોને જીવનરૂપી વિશાળ વટવૃક્ષમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેવા સદગુણો ના પુષ્પો ખીલવવા દેશ-વિદેશમાં અહોરાત્ર વિચરણ કરી રહ્યા છે.
તાજેતરમાં જ ૨૪/૨/૨૦૨૨,ગુરુવારના રોજ પ. પૂ. મહંત સ્વામી મહારાજ સુરતના ઉપનગર કણાદ(Kanad) ખાતે નિર્માણાધીન બી.એ.પી.એસ.(BAPS) સ્વામિનારાયણ અક્ષરધામ સંકુલ પધાર્યા છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જયારે લાખો ભક્તોના પ્રાણપ્યારા ગુરુહરિ સુરતને આંગણે પધાર્યા છે ત્યારે સુરતના હરિભક્તોના હૈયે ૫.પૂ.સ્વામીશ્રીને વધાવવાનો અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. ગઈકાલે તા.૧/૩/૨૦૨૨, મંગળવાર મહાશિવરાત્રિની પાવન સંધ્યાએ નિર્માણાધીન સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર, કણાદ ખાતે “અક્ષરબ્રહ્મના વધામણાં” મધ્યવર્તી વિચાર સાથે સ્વાગત સભાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર ૨ વર્ષના દીર્ધકાળ બાદ પ. પૂ. સ્વામીશ્રી સુરતને આંગણે પધાર્યા હોવાથી તેમનું ભાવભર્યું સ્વાગત કરવાં હરિભક્તો થનગની રહ્યાં હતાં.
સંગીતજ્ઞ સંતો-યુવકોએ મધુર સ્વરે ધૂન-પ્રાર્થનાથી સભાનો મંગલ પ્રારંભ કર્યો હતો. વિદ્વાન સંતોના પ્રેરક પ્રવચ નો અને પ્રેરણાત્મક વિડીયો રજૂ થયા હતા. સભામાં સ્વામીશ્રીના આગમને વાતાવરણમાં ઉત્સાહ-જોમ અને દિવ્યતા ભરી દીધી હતી. બાળકો-યુવાનોએ અદભુત નૃત્યાંજલિ દ્વારા સ્વામીશ્રીને ભક્તિઅર્ધ્ય અર્પણ કર્યું. પ્રેમાનંદ સ્વામી રચિત “આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ..’ પદનું સૌપ્રેમી ભક્તોએ સમૂહમાં ગાન કરી પોતાની હ્રદયોર્મી રજુ કરી ગુરુ હરીના વધામણા કર્યા હતાં.
સમુહમાં કીર્તનગાન થવાથી અદ્ભુત અને દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે વિશેષ રાજીપો વર્ષાવતાં ૫ પુ.સ્વામીશ્રીએ અંતરના રૂડા આશીર્વાદથી સૌને લાભાન્વિત કર્યા હતા. હરિકૃષ્ણ મહારાજ સાથે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ની ચલમૂર્તિ અને ગુરુહરિ ૫.૫ મહંતસ્વામી મહારાજનું વિશેષ સ્વાગત કરીને સંતો, મહાનુભાવો અને હજારો ભાવિક ભક્તો કૃતાર્થ થયા હતાં.
ગુણાતીત ગુરુવર્યોએ વર્ષો સુધી જે હરિકૃષ્ણ મહારાજની ચલમૂર્તિની પૂજા કરી છે. એમના સાથે પ્રગટ બહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે અક્ષરપુરષોતમ દર્શન મુજબ તા.૩૧/૧૦/૨૦૨૦ શરદપૂર્ણિમાના પવિત્ર દિને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની ચલમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરીને ભક્તિનો એક અનોખો આયામ દર્શાવ્યો છે.એ હરિકૃષ્ણ મહારાજની સાથે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની ચલમૂર્તિ સૌ પ્રથમ વખત સુરતને આંગણે પધારી તે નિમિતે હજારો હરિભક્તો એ ભાવપૂર્વક વધામણા કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.